શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (06:45 IST)

આજનુ રાશિફળ (02/02/2021) આજે આ 4 રાશિના લોકોને આર્થિક લાભ થશે

મેષ :કામકાજમા પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામા આકસ્મિક ધનલાભની સંભાવના બને છે.  જમીન અથવા ખેતીમા લાભ જણાશે. નોકરીમા સારા અધીકાર કે પ્રમોશનની શક્યતા જણાય. બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. 
 
વૃષભ વેપાર- ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામા વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે. ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે.
 
મિથુન : માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.  આજીવિકા ક્ષેત્રે પ્રગતિની સંભાવના છે. 
 
કર્ક : પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે. સામાન્ય માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે.  ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. 
 
સિંહ : અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ભૂમિ, મકાન વગેરે ખરીદનો યોગ બનશે.  પારિવારીક સબંધોમા લાભ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારુ મળશે. કામકાજમાં પ્રગતિ થશે 
 
કન્યા :જમીન સંબંધી કાર્ય બનવાનાં યોગ છે. નવી યોજનાઓ પ્રારંભ થશે.  વિકાસના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. ધંધામાં લાભ થશે. પોતાના પ્રયત્નોથી જ લોકપ્રિયતા અને સામાજિક સન્માન પ્રાપ્ત કરશો.
 
તુલા : કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે.  . વ્યવસાયિક લાભ મળશે. કોઈથી ભેંટ મળે તેવી શક્યતા છે. સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. 
 
વૃશ્ચિક :સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે.  કામકાજમાં ઓછી સફળતા જણાય છે.  મહેનત વધે અને ફળ ઓછું મળે. 
 
ધન :માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.  આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.
 
મકર :સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થેડી પરેશાની જણાશે. ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે. 
 
કુંભ :માનસિક સંયમનું પાલન કરવું. વિશેષ યાત્રા તથા કલાત્મક કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. ધંધાકિય ક્ષેત્રમાં સફળતા મળશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. આર્થિક વિવાદોમાં વિશેષ કાર્યનો યોગ.
 
મીન :વિશેષ લેવડ-દેવડથી બચવું. ધાર્મિક કાર્યોમાં રુચિ, વૃદ્ધિનો યોગ. અચાનક ખર્ચથી પરેશાની વધશે. સ્વજનો દ્વારા પરેશાની સંભવ છે. નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.