મેષ -  આ અઠવાડિયે સંતાન સંબંધી વિષયો,વિદ્યાભ્યાસ, આર્થિક અને પ્રેમ સંબધમાં મધ્યમ પરિણામ મળશે. પણ કામકાજી દશા સંતોષજનક, યત્ન કરવા પર યોજનાબંદી થોડી આગળ વધશે. પ્રયત્નોમાં સફળતા મળશે. આરોગ્ય માટે આ અઠવાડિયુ સારું નથી. વાહન પણ સજગ રહીને ડ્રાઈવ કરો.  સાર્વજનિક જીવનમાં સુધી શુભ અને ત્યારબાદ મધ્યમ પરિણામ જોવા મળશે. 
				  										
							
																							
									  
	 
	વૃષ - આ અઠવાડિયામાં તમારા માટે ખાસ અનૂકૂળ નહી જોવાય છે. જમીન-મજ્કાન સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. દુશ્મનોમાંથી બહાર આવવા, આરોગ્યને બગડવા અને પગ સરકી જવાની આશંકા રહેશે પણ વેપાર કાર્યોની સ્થિતિ સારી રહેશે. સમય તમારા પર દરેક રીતે હાવી અને વિજયી રહેશે.    આરોગ્ય, ખાન-પાનનું ધ્યાન રાખો. હાનિ-પરેશાનીનો ભય રહેશે. 
				  
	 
	મિથુન - ગ્રહો પ્રબળ, મિત્ર-સહયોગી કામકાજી સાથી સપોર્ટિવ વલણ રાખશે. આ દિવસોમાં કોઈ થકાવનારી યાત્રા થશે. પરિવારમાં કોઈના લગ્ન થઈ શકે. નોકરી-ધંધામાં કઠિનાઈઓ અત્યાર સુધી સામાન્ય લાગતી હતી તે હવે ગંભીર થઈ શકે છે. દામપત્ય જીવનમાં સામાન્ય ખટપટ રહેવાના યોગ છે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જીવનસાથી તરફથી ગિફ્ટ મળે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સપ્તાહના અંત સુધી ટકરાવની સ્થિતિ પેદા થઈ શકે. આ સમયે તમે ખાસ કરીને વાહન ચલાવતા સમયે ધ્યાન રાખો. પડવાથી ઈજા થવાના યોગ છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	કર્ક - આ સાત દિવસો તમારા માટે શુભ ફળ આપનાર છે. આ સમયે નવા ઉદ્યોગો સ્થાપિત કરવાની રૂપરેખા બનશે. પરંતુ આ સમયમાં સંતાન તથા મિત્રો માટે સમય ન કાઢી શકવાથી પરિવારમાં તણાવની સ્થિતિ બની શકે છે. આ સપ્તાહમાં કોઈ મોટું કામ થવાથી મન આનંદિત રહે. માંગલિક કાર્યક્રમમાં જવાનો મોકો મળશે. ભાગીદારીમાં આદર-સત્કાર મેળવશો. જીવનસાથીથી સામાન્ય વિષય પર મતભેદ થઈ શકે છે. 
				  																		
											
									  
	 
	સિંહ - આ સપ્તાહ દોડધામવાળું છે. સંતાનના અભ્યાસ અને કરિયર સંબંધી ચિંતા સતાવશે. પરિવારના કોઈ ખાસ કામને લીધે તમારા કામમાં અડચણો આવી શકે.ખર્ચ વધુ થાય. સપ્તાહની શરૂઆતમાં ગ્રહો તમારી ફેવરમાં રહે. આ દરમિયાન પરિવાર અને મિત્રોને તમારાથી કોઈ મોટો લાભ થવાના યોગ બનશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થાય. સહયોગીઓ સાથે કોઈ વાતે સામાન્ય વિવાદ થઈ શકે. બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
				  																	
									  
	 
	કન્યા - આ સાત દિવસોમાં જમીન-જાયદાદનો કોઈ મોટો સોદો થઈ શકે. અનેક જગ્યાએથી રૂપિયા મળી શકે. સપ્તાહની કોઈ પણ નવું કામ કરવા માટે અને નિર્ણય લેવા માટે આ સમય અનૂકૂળ નહી જોવાઈ રહ્યું છે. 
				  																	
									  
	શરૂઆતમાં આર્થિક લાભ થવાના યોગ બનશે સાથે જ અચલ સંપત્તિનો પણ લાભ મળે. બેકારની વસ્તુઓ ઉપર વ્યય થાય. નવા મિત્રો બને. સ્પતાહના મધ્યમાં કંઈક ફેરબદલ થી શકે.જે કામ ઘણા સમયથી અટકેલ હતું તેમાં ગતિ આવે. સ્પતાહના અંતે યાત્રાના યોગ છે.
				  																	
									  
	 
	તુલા - અઠવાડિયાની શરૂઅતના દિવસ તમારા માટે અનૂકૂળ રહેશે. સમય અનૂકૂળ નહી જોવાઈ રહ્યા છે. વિચારેક કામ આ સમયમાં પૂરાં થશે. કોઈ મોટો ફાયદો આપતો સોદો થાય. ઘણા સમયથી જે ઈચ્છાઓ હતી તે પૂરી થાય. લાંબી યાત્રા થાય. સપ્તાહના અંતે તમને લાગે કે તમારા જીવનસાથી તમારી જે હેલ્પ કરી હતી તે તમારી માટે કેટલી અમૂલ્ય છે. સપ્તાહના અંતમાં ધન સંબંધી પરેશાનીઓ થઈ શકે. પરંતુ મિત્રોનો સહયોગ મળતા તમે મામલો સુધારી દેશો. જો તમારું કોઈ દેવું થયું હોય તો અંત સુધી બધા રૂપિયા ચુકવવામાં પરેશાનીઓનો સામનો કરવો પડે.
				  																	
									  
	 
	 
	વૃશ્ચિક - આ સાત દિવસોમાં તમે કોઈ વાતને દિલ ઉપર ન લેશો. કામકાજમાં મિત્રો, સાથી અધિકારીઓ બધા સપોટ કરશે. ખર્ચ વધુ થાય અને તમે પોતે સુસ્ત મહેસૂસ કરશો. આસપ્તાહે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ધન સંબંધિત બાધાઓ આવી શકે. પરંતુ તમે દ્રઢ નિશ્ચય અને બુદ્ધિથીકામ લો તો ઘણું કરી શકો છો. સપ્તાહના મધ્યમાં અસ્વસ્થ થવાના યોગ છે.કામકાજ ઉપર કોઈ ઝઘડો થઈ શકે. માતાનો સહયોગ મળે. આ દિવસોમાં તમારા કામમાં તમને પ્રગતિની તકો મળશે.
				  																	
									  
	 
	ધન - આ સાત દિવસોમાં તમને કિસ્મતનો સાથ મળશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તમારી મહેનતતી પ્રસન્ન થાય.પાછલું નુકસાન ભરપાઈ થઈ શકે. જો સમજી વિચારીને રોકાણ કરશો તો. અનિદ્રાથી સ્વાસ્થ્ય બગડી શકે. સંતાન સંબંધી ચિંતાઓથી પરેશાની થાય. પારિવારિક મામલાઓ ઉકેલાય. બાળકો સાથે સમય વિતાવવાની તક મળે. બધાની વાતોનું સન્માન કરો. સપ્તાહના અંત સુધી કોઈ નવી નોકરીની વાત છેડાઈ શકે.
				  																	
									  
	 
	મકર - આ સપ્તાહે પોતાની ઓફિસ કે વેપારમાં તમે શ્રેષ્ઠ સાબિત થશો. અધિકારીઓ તમારાથી ખુશ થશે. જરૂરી કાર્યોમાં દેવું લેવું પડી શકે. તમારા વધતા વર્ચસ્વને જોઈ વિરોધી તમને પરેશાન કરવા પ્રયાસ કરે. સપ્તાહના અંતમાં સ્વાસ્થ્યને લઈ પરેશાની થાય. કામ કરવામાં ઉત્સાહ રહે. પ્રેમ સંબંધોમાં સફળ થશો. આ સમયમાં કોઈ મોટી યોજના ઉપર કામ શરૂ થઈ શકે.
				  																	
									  
	 
	કુંભ - આ સપ્તાહની શરૂઆતમાં તમને એવું લાગે જાણે તમે બીજા માટે વધુ કામના છો. બીજા લોકો માટે તમારું મહત્વ વધુ રહે. આ સાત દિવસોમાં તમારે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અંદાજ ઝડપથી થવા લાગે.આ સપ્તાહે તમને કોઈ શુભ સમાચાર મળે. લેન-દેન સમજી વિચારીને કરો કારણ કે નુકસાનના યોગ છે. કોર્ટના કામમાં સફળતા મળે. પરિવારની સાથે ક્યાંક ફરવા જઈ શકો.
				  																	
									  
	 
	મીન - આ સપ્તાહે જો તમે પોતાની ઉપર ધ્યાન ન આપ્યું તો જૂના રોગ ફરી થઈ શકે છે. આ સપ્તાહે રૂપિયાની સમસ્યા માથું ઉચકી શકે. તેથી સૌથી પહેલા પોતાના બેંક ખાતા ઉપર નજર નાંખી લો. આ સપ્તાહે કોઈ નવી શરૂઆત કરશો જે એક નાની યોત્રાથી શરૂ થઈ શકે. જૂની સમસ્યાઓનું નિદાન થાય. આસપ્તાહે સંતાન સુખ મળે. બિઝનેસમાં નવા સંપર્કો થાય, જેનાથીલાભ થાય પરંતુ કોઈ આંખ મીચીને વિકાસ નકરો. માતૃસુખ મળે. પરિવારમાં કોઈ વિવાદ થઈ શકે. ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો. જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળે.