સાપ્તાહિક રાશિફળ - (02/05/2021 થી 08/05/2021 સુધી) -આરોગ્યનુ ધ્યાન રાખે મેષ અને વૃશ્ચિક રાશિના જાતક, કર્ક અને મકર ધન પ્રાપ્તિ

Last Modified રવિવાર, 2 મે 2021 (07:12 IST)
આ અઠવાડિયે સૂર્ય અને શુક્ર મેષ રાશિમાં, બુધ અને રાહુ વૃષ રાશિમાં પરિવર્તન કરી રહ્યા છે. ગુરૂ કુંભ અને શનિ મકર રાશિમાં છે. મંગલ મિથુનમાં છે અઠવાડિયાના પ્રથમ દિવસે ચન્દ્રમાં મકર રાશિમાં છે. ચંદ્રમાં સવા બે દિવસમાં પોતાની રાશિ પરિવર્તિત કરતા રહે છે. આ અઠવાડિયે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવુ પડશે. કર્ક અને મકર રાશિના જાતક ધનની પ્રાપ્તિ કરશે. તુલા અને મીન જોબમાં પ્રગતિ કરશે. મેષ અને મીન રાશિના જાતક ધાર્મિક અનુષ્ઠાનનુ પુણ્ય પ્રાપ્ત કરશે. આવો હવે જાણીએ દરેક રાશિઓનુ વિસ્તૃત સાપ્તાહિક ભવિષ્ય

મેષ- આ અઠવાડિયે વિદ્યાર્થીઓને કેરિયરમાં પ્રગતિનો અવસર મળશે. જોબ સંબંધિત
રોકાયેલા અનેક કાર્યો બની જશે. વૃષભ અને મકર રાશિના મિત્રોની મદદ
લઈ શકો છો. આર્થિક પ્રગતિ સારી રહેશે. મંગળવાર પછી બિઝનેસમાં સફળતા મળશે. સફેદ અને લાલ રંગ શુભ છે. મંગળવાર અને શનિવારે અન્નનું દાન કરો. દરરોજ હનુમાનબાહુકનો પાઠ કરો

વૃષભ - આ અઠવાડિયામાં ગુરુવાર પછી
નોકરીમાં મોટી સફળતા મળવાની સંભાવના છે. આ અઠવાડિયામાં ધાર્મિક વિધિઓનું આયોજન થઈ શકે છે. લીલા અને વાદળી રંગ શુભ છે. શ્રી સુક્ત વાંચતા રહો.વિદ્યાર્થીઓની કારકિર્દીમાં પણ પ્રગતિની સંભાવના છે.

મિથુન - ધંધામાં આગળ વધવા માટે બુધવારનો પછીનો સમય ખૂબ સારો છે. લાંબા સમયથી બાકી ધંધાકીય યોજનાઓ આ અઠવાડિયે
પાર પડશે. અટકેલા પૈસા મળી શકે છે. લીલો રંગ શુભ છે. ગુરુવારે કોઈપણ સરકારી કામ પૂર્ણ થવાના સંકેત છે. દરરોજ સપ્તશ્લોકી દુર્ગાના 9 પાઠ કરો.

કર્ક - આઇટી અને બેંકિંગ નોકરી સાથે સંકળાયેલા લોકો આ અઠવાડિયે સફળ થશે અને નોકરીમાં કોઈ નવી જવાબદારીઓ ઉપાડવાનો પ્રયત્ન કરશો. ધંધામાં સંઘર્ષ છે. મંગળવારથી શુક્રવાર સુધી સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રગતિના માર્ગ પર રહેશે.પ્રભુ ભગવાન શિવની ઉપાસના કરો. સફેદ રંગ શુભ છે સોમવારે ચોખાનું દાન કરો.
સિંહ- આ અઠવાડિયે સૂર્ય અને ગુરુ વિદ્યાર્થીઓની કારકિર્દીમાં વિશેષ પ્રગતિ આપી શકે છે. સૂર્ય અને મંગળના પરિવર્તનથી બેકિંગ, વહીવટ અને મીડિયા સાથે સંકળાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. સફેદ અને પીળો રંગ શુભ છે આ અઠવાડિયે
રોજ સવારે શ્રી વિષ્ણુસહસ્રનામનો પાઠ લાભકારી રહેશે.

કન્યા- આ અઠવાડિયે તમારી નોકરીની સ્થિતિ સારી રહેશે. દરરોજ શ્રી સુક્ત વાંચો. કોઈ પ્રિય સંબંધી આવશે. શનિવારે પૈસા મળશે. વિદ્યાર્થીઓ પ્રગતિ કરશે. વાદળી રંગ શુભ છે. મગનુ દાન કરો.
તુલા - આ અઠવાડિયે બુધવાર પછી તમે નોકરીમાં ખુશ રહેશો. મંગળવારથી શુક્રવાર સુધી ચંદ્ર અને શુક્રનુ ગોચર લાભ આપશે. દરરોજ હનુમાનજીની પૂજા કરતા રહો. ધંધામાં કન્યા અને તુલા રાશિના મિત્રોના સહયોગથી લાભ થશે. પૈસા આવશે. વાદળી રંગ શુભ છે.

વૃશ્ચિક- આ અઠવાડિયે તમને બિઝનેસમાં થોડા સંઘર્ષ બાદ સફળતા મળશે. નોકરીમાં પ્રગતિથી ખુશ રહેશો. મંગળવારથી ગુરુવાર સુધી રોકાયેલુ ધન પરત મળી શકે છે. નારંગીનો રંગ શુભ છે. બજરંગબાણનો નિયમિત પાઠ કરો.
દરરોજ અનાજનું દાન કરો.

ધનુ- ધંધામાં આ અઠવાડિયે પ્રગતિ થઈ રહી છે સ્વાસ્થ્યની સ્થિતિમાં હવે થોડો સુધારો શરૂ થશે. બાળકના લગ્નને લઈને માંગા
આવી શકે છે. નોકરીમાં પ્રગતિથી ખુશ રહેશો. રાજકારણમાં સિંહ અને મીન રાશિથી લાભ છે. નારંગીનો રંગ શુભ છે.

મકર - શનિ અને ગુરુ નોકરી અને ધંધામાં પ્રગતિ આપશે. સફેદ રંગ શુભ છે. દરરોજ હનુમાનજીની પૂજા કરતા રહો. બુધવાર અને શનિવારે અડદ અને તલનું દાન કરો. મંગળવારથી શુક્રવાર સુધી નોકરીમાં પ્રમોશન સંબંધિત કોઈ વિશેષ ઉદ્દેશ્યની પૂર્તિ થશે.

કુંભ - ગુરુ આ રાશિમાં છે. બુધવાર બાદ ધંધામાં અપેક્ષિત સફળતા મળશે. આ અઠવાડિયામાં નોકરીમાં કોઈ નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. હનુમાનજીની નિયમિત પૂજા કરો. જાંબુડી રંગ શુભ છે. બુધવાર પછી ચંદ્ર પરિવર્તન થવાથી દરેક કાર્યમાં લાભ થશે. ગાયને ગોળ ખવડાવો.

મીન રાશિ- આ અઠવાડિયે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીથી બચવુ પડશે.
રાજકારણીઓ લાભ અપાવશે. ધંધામાં રોકાયેલા કાર્યોમા પ્રગતિ થઈ શકે છે. સફેદ રંગ શુભ છે. દરરોજ અન્નનુ દાન કરો. આર્થિક પ્રગતિ સારી રહેવી જોઈએ.


આ પણ વાંચો :