શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : મંગળવાર, 8 નવેમ્બર 2022 (08:41 IST)

Chandra Grahan- મંગળવારે દિવસભર ચંદ્ર ગ્રહણનો સૂતક: સૂર્યને ન જળ ચઢાવવુ, ન પૂજા કરવી, ગ્રહણ પછી દેવ દિવાળીનુ દીપદાન

8 નવેમ્બર મંગળવારે સાલનુ અંતિમ ચંદ્રગ્રહણ થઈ રહ્યો છે. ભારતની પૂર્વ દિશાના શહરોમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ અને બાકી શહરોમાં આંશિક ચંદ્ર ગ્રહણ જોવાશે. ગ્રહણની શરૂઆત બપોરે 2.38 વાગ્યે થશે અને સાંજે 4.23થી ઈટાનગરમાં ચંદ્રોદયની સાથે જ ગ્રહણ જોવાવા લાગશે. ગ્રહણ 6.19 વાગ્યે પુરૂ થઈ જશે. 
 
6.19 વાગ્યા પછી ઉપછાયા ચંદ્ર ગ્રહણ શરૂ થશે કે 7. 26 સુધી રહેશે. ઉપછાયા ગ્રહણની ધાર્મિક માન્યતા નથી હોય છે. ગ્રહણના કારણે દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમાથી સંબંધિત શુભ કાર્ય માટે કઈક ખાસ વાત ધ્યાન રાખવી જોઈએ. 
 
સૂતકના સંબંધમાં ઉજ્જૈનના જ્યોતિષાચાર્યનુ કહેવુ છે કે ચંદ્ર ગ્રહણનુ સૂતક ગ્રહણ શરૂ થતાના નવ કલાક પહેલા સવારે 5.38 વાગ્યેથી શરૂ થઈ જશે. 
(Edited BY-Monica Sahu)