શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: સોમવાર, 24 ઑક્ટોબર 2022 (05:52 IST)

Mangal Gochar 2022: દિવાળી પછી આ 5 રાશિઓના લોકો થઈ જાય સાવધાન, આ દિવસે શરૂ થશે ભારે સમય

mangal gochar
મંગલ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે. મંગલ ગ્રહનો મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી વૃષભ રાશિના જાતકો માટે શુભ નહી રહે. 
 
Mangal Gochar 2022: જ્યોતિષ શાસ્ત્રમાં બતાવ્યુ છે કે ગ્રહના બદલવાથી તમારી કિસ્મતમાં ફેરફાર થઈ શકે છે.  કેટલાક ગ્રહ તમારે માટે સારા હોય છે તો બીજી બાજુ કેટલાક ગ્રહ તમારે માટે અમંગળ હોય છે.  ગ્રહ મોટેભાગે પોતાની રાશિ બદલતા રહે છે. તેમનુ રાશિ પરિવર્તન(Rashi Parivartan) કરવુ બધી 12 રાશિઓ પર જુદો જુદો પ્રભાવ નાખે છે. ઉલ્લેખની છે કે મંગળ ગ્રહ 30 ઓક્ટોબરના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગલ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે. ચાલો જાણીએ આ કંઈ રાશિઓ માટે મંગલ ગ્રહ શુભ નહી રહે. 
 
મેષ - મંગળ ગ્રહનો મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિવાળાઓની મુશ્કેલીઓ વધી શકે છે. આ ગ્રહ પરિવર્તન આ રાશિના જાતકો માટે શુભ નથી. આ રાશિવાળાઓએ થોડુ સાવધાન રહેવાની જરૂર છે. મેષ રાશિના જાતકો લોકોથી દૂર રહે સાથે જ કોઈ લડાઈમાં ભૂલથી પણ વચ્ચે ન પડશો નહી તો નુકશાન તમારુ જ થશે. આ પરિવર્તનને કારણે તમારા વ્યક્તિગત જીવનમાં તનાવ વધુ થઈ શકે છે.  
 
વૃષભ - મંગલ ગ્રહનો મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી વૃષભ રાશિના જાતકો માટે શુભ નહી રહે. આ રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ પરિવર્તનમાં મંગલ ગોચર કષ્ટકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને લવ લાઈફમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 
 
કર્ક - આ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે શુભ નહી  રહે. આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. તમે વધુ સમય પૂજા પાઠમાં વિતાવો તો એ તમારે માટે સારુ રહેશે.  આ રાશિના જાતકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 
 
મિથુન - મિથુન રાશિના જાતકો માટે મંગલ ગોચર અશુભ રહેશે. આ રાશિવાળાઓને સ્વાસ્થ્યમાં પરેશાની આવી શકે છે. તમને થોડા સમય માટે પોતાનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે. 
 
મીન - મીન રાશિના જાતક મંગલ ગોચરની અવધિમાં કોઈ નવા કામની શરૂઆતથી બચો. આ રાશિના જાતકો પર ધન વધુ ખર્ચ થશે. આ દરમિયાન તમે જે કામમાં હાથ નાખશો, નિષ્ફળતા મેળવશો. તમે કોઈ નવુ વાહન ન ખરીદશો.   


Edited by - Kalyani Deshmukh