શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: બુધવાર, 24 નવેમ્બર 2021 (15:22 IST)

Numerology prediction 2022- અંક જ્યોતિષ 2022 મૂળાંક 6

જે લોકોનો મૂલાંક 6 છે તેમના માટે વર્ષ 2022 ઉર્જાથી ભરેલું રહેશે. તમારા જીવનમાં શુભ પરિણામ અને નવા અવસર મળશે. જેનાથી તમને ઉત્સાહ અને આનંદ મળશે. આ વર્ષ તમારા ખુશનુમા વર્તન આ વર્ષે લોકોના દિલ જીતી લેશે. સાથે તમે આ વર્ષે વિપરીત લિંગથી વધુ આકર્ષક અને લોકપ્રિય બનશો. તમે તમારા અભિગમમાં વધુ સર્જનાત્મક અને કલ્પનાશીલ હશો. જો તમે કલાત્મક કે ડિઝાઇનિંગ ઉદ્યોગમાં છો, તો આ વર્ષ તમારા માટે સફળતાની ચાવી લઈને આવશે. તમે ખૂબ જ ઉત્સાહી હશો અને તમારી ભૂતકાળની બધી ખરાબ કે કડવી યાદોને પાછળ છોડીને નવેસરથી શરૂઆત કરશો.
 
આ વર્ષ તમારા લાંબા સમયથી રાહ જોવાઈ રહ્યા લક્ષ્યો અને તમારી ઇચ્છાઓની પૂર્ણતા કરતો રહેશે. તમે તમારા સપનાને સાકાર કરવા અને તેમને વાસ્તવિક રૂપ આપવા માટે કામ કરશો. જે લોકો ફેશન ઈન્ડસ્ટ્રી, કળા અને આર્કિટેક્ચર, મીડિયા કે ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે તેમના માટે આ વર્ષ ઉત્સાહથી ભરેલું રહેશે. તમારા રચનાત્મક વિચાર તમારા પ્રોફેશનલ લાઈફમાં નવી શકયતાઓ અને નવા અવસર લાવશે. તમારી કેલિબરને સાબિત કરવાની અને તમારા કાર્યસ્થળ પર સારી પ્રતિષ્ઠા મેળવવાની તકો મળશે.
 
જે વિદ્યાર્થીઓ ફાઇન આર્ટ, હ્યુમેનિટીઝ અથવા ડિઝાઇનિંગમાં છે તેમના માટે આ એક અદ્ભુત વર્ષ રહેશે. જે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોલેજ કે સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેમની ઈચ્છા આ વર્ષે પૂર્ણ થશે.જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓને પણ વર્ષના ઉત્તરાર્ધ દરમિયાન તકો મળશે. જો કે, વર્ષનો પ્રથમ ક્વાર્ટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક વિદ્યાર્થીઓ માટે થોડો પડકારજનક રહેશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સમજવામાં મુશ્કેલી પડશે. પરંતુ વર્ષના મધ્યમાં સ્થિતિમાં સુધારો થવા લાગશે.
 
વ્યકતિગત જીવનની વાત કરીએ તો તમે આ વર્ષે ખૂબ જ સક્રિય રહેશો અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેશો. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો તમને ગમશે. જેના કારણે તેમની સાથે તમારા સંબંધો સુધરશે. તમે તમારા પ્રિયજન પ્રત્યે અત્યંત ભાવુક રહેશો જે તમને ખૂબ પ્રભાવિત કરશે. તમારા આ વલણને કારણે તમારે તમારા મધુર સંબંધોમાં કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. તેથી તમારે આ વર્ષ દરમિયાન તમારી લાગણીઓ અને મૂડ સ્વિંગને સંતુલિત કરવાનું શીખવું પડશે.
 
આ વર્ષથી શું શીખવું?
આ વર્ષ તમને તમારા મૂડને સંતુલિત કરવાનું અને અંગત જીવનમાં સ્વસ્થ સંબંધો જાળવવાનું શીખવશે. તે જ સમયે, તમે તમારા પક્ષમાં વસ્તુઓ કેવી રીતે કરવી અને તેનો લાભ કેવી રીતે લેવો તે પણ શીખી શકશો.
 
ઉપાય 
તમારી માતા અને માતા સમાન સ્ત્રીઓને સમ્માન આપો. આ સિવાય જરૂરિયાતમંદ યુવક યુવતીઓને વસ્ત્રોનું દાન કરવાથી શુભ ફળ મળશે.