સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (01:03 IST)

23 ફેબ્રુઆરીનુ રાશિફળ - આજે આ રાશિના લોકોને આર્થિક તંગી દૂર થવાના યોગ

મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
 
વૃષભ : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.કાર્યમાં મુશ્કેલી આવશે. સામાજિક પ્રતિષ્ઠામાં કમી આવશે. વ્યાપારમાં લાભ સામાન્ય રહેશે. કુટુંબમાં મનોવિનોદ થઈ શકે છે.
 
મિથુન : કુટુંબ સંબંધી વિવાદ માનસિક કષ્ટનું કારણ બનશે. આર્થિક કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ. સામાજિક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠાના યોગ. એન્જિનિયર, ટેક્નોલોજી કર્મીઓ માટે ઉપલબ્ધિ ભાગ્યવર્ધક કાર્યો માટે યાત્રાના યોગ. ધર્મ, આધ્યાત્મના કાર્યોમાં યાત્રા થશે.
 
કર્ક : અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લગ્ન   સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
 
સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
 
કન્યા : પ્રયત્નોથી લાભ થશે. અભીષ્ટ ફળ પ્રાપ્તિ અને કાર્યોમાં વિસ્તાર થવાનો યોગ બનશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. આર્થિક તંગી દૂર થવાના યોગ બનશે. વ્યક્તિગત ચિંતા રહી શકે છે. પઠન-પાઠનમાં રૂચી વધશે.
 
તુલા : લાંબી યાત્રા લાભકારક રહી શકશે. તમારી કલ્પનાઓ પ્રમાણે જ પરિણામ પ્રાપ્ત થશે. વ્યાપાર-વ્યવસાય સારો ચાલશે. કુટુંબના કોઈ સભ્યથી આર્થિક વિવાદ થઈ શકે છે. માંગલિક સમારંભોમાં ભાગ લેવાનો યોગ બનશે.
 
વૃશ્ચિક : વ્યાપારમાં લાભકારી પરિવર્તન થઈ શકે છે. જીવનસાથીના આરોગ્ય પર ધ્યાન આવશ્યક છે. આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. મનોવિનોદની તક મળશે. માંગલિક સમારંભોમાં ભાગ લઈ શકશો. આર્થિક તંગીથી ખર્ચાઓમાં કમી કરવી પડશે. વ્યાપારમાં નવા કરાર આજે ન કરો. 
 
ધનુ : વિરોધીઓને તમે હરાવીને તમારી કીર્તિમાં વૃદ્ધિ કરશે. માલ-મિલકતના કાર્યમાં પ્રબળ સફળતા મળવાનો યોગ છે. જીવનસાથીના આરોગ્ય તરફ ગંભીરતા રાખવી જોઈએ. વ્યાપારમાં કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે.
 
મકર : ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકશે. આરોગ્ય સારું રહી શકશે. આવકથી વધારે ખર્ચ ન કરો. વિલાસિતાની વસ્તુઓને ખરીદવાનો યોગ બનશે. કાર્ય કરવાની સ્થિતિમાં સુધાર અને ગુણાત્મકતા આવશે. ઈશ્વરમાં આસ્થા વધશે.
 
કુંભ : આમોદ-પ્રમોદના અવસર આવશે. રોજગારના ક્ષેત્રમાં તમારો આત્મવિશ્વાસ અને મહત્વ વધશે. કાર્યની પ્રત્યે ઉતાવળ અને બેદરકારી ન કરો. લગ્ન સંબંધી ચર્ચા ચાલશે. અપરિચિત વ્યક્તિઓનો સહયોગ મળશે. નવા કાર્યમાં વધારે રૂચીને કારણે પાછલા કાર્યમાં અડચણો આવશે.
 
મીન : લાભનો માર્ગ ખૂલ્લો થશે. આર્થિક ચિંતા જરાકમાં જ ઉકેલાઈ જશે. વ્યવસાયમાં વૃદ્ધિનો યોગ છે. નિર્ણય લેવામાં વિલંબ ન કરો. કાર્યની ગતિ બનાવી રાખો. જોખમના કાર્યથી બચવું જોઈએ. મહત્વપૂર્ણ વિચાર-વિમર્શ થશે. ધૈર્ય અને સહનશીલતા રાખવી પડશે. સંતાનના વ્યવહારથી કષ્ટ થશે.