બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

Todays astro in gujarati
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે.
 
વૃષભ (બ,વ,ઉ) : અકારણ માનસિક ઉશ્કેરાટ અનુભવાય. બાળકોને અડોશ-પડોશમાં ઝઘડો થાય. નોકરીમાં પણ બોસ તરફથી ઠપકો મળે. સાંજ પછી આનંદ અનુભવાય. અવિવાહિત માટે પ્રેમ પ્રસ્તાવ આવે.
 
મિથુન (ક,છ,ઘ) : અકસ્માતથી સાચવવું. કોર્ટ કચેરીનાં ચક્કરથી બચવું. કોઇ સાથે ઝઘડો ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. પત્નીનું આરોગ્ય સુધરે. ઇચ્છા ન હોવા છતાં કોઇ સાથે ઝઘડી પડાય. સાંજ પછી રાહત.
 
કર્ક (ડ,હ) : ખૂબ જ સરસ દિવસ છે. નાનો-મોટો પ્રવાસ થાય. અજાણી વ્યકિત તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. બપોર પછી કોઇ નજીકના સ્વજન સાથે મિલન-મુલાકાત થાય. શકય છે કે તે તમારા કોઇ સ્કૂલ મિત્ર પણ હોઇ શકે.
 
સિંહ (મ,ટ) : કાલનો દિવસ આપના માટે સારા સમાચાર લાવનાર નીવડે. બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું. પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાય. સાંજ પછી આનંદના સમાચાર મળે.
 
કન્યા (પ,ઠ,ણ) : બાળકોની શાળામાંથી સારા સમાચાર મળે. નોકરી-ધંધામાં રાહત રહે. કોઇ શુભ સમાચારની શકયતા સર્જાય. નાની-નાની વાતે કકળાટ ન થાય તેનું ધ્યાન રાખવું.
 
તુલા (ર,ત) : પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાય. બાળકોને પ્રવાસના યોગ સર્જાય. બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું જરૂરી. અકસ્માતથી સાચવવું. નોકરીમાં બોસ તરફથી ઠપકો મળે. સાંજ પછી નાના-મોટા પ્રવાસની શકયતા.
 
વૃશ્ચિક (ન,ય) : વડીલોનું સ્વાસ્થ્ય સાચવવું. કાલે નોકરી-ધંધામાં સારા યોગની શકયતા સર્જાય. તમારા રાશિ સ્વભાવ મુજબ તમે કોઇની સાથે ઝઘડી ન પડો તેનું ધ્યાન રાખવું. પશ્ચિમ દિશા તરફથી કોઇ આનંદના સમાચાર મળી શકે છે.
 
ધન (ભ,ધ,ફ) : બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું. કાલનો દિવસ આપના માટે સારા સમાચાર લાવનાર નીવડે. દિવસ દરમિયાન સારા સમાચાર મળવાની શકયતા. સાંજ પછી આનંદના સમાચાર મળે.
 
મકર (ખ,જ) : સાસરીએ જવાના યોગ સર્જાય. દિવસ આખો આનંદમાં પસાર થાય. કોઇના તરફથી પ્રેમ પ્રસ્તાવની શકયતા અથવા કોઇ સ્થળેથી નોકરીની સારી ઓફર આવે. બગડેલા સંબંધો સુધરી શકે. અવિવાહિતો માટે સારા પ્રસ્તાવની શકયતા છે. આચરકુચર ખાવાથી દૂર રહેવું.
 
કુંભ (ગ,શ,સ) : આ રાશિના જાતકો વિશાળ ઊંડા પેટવાળા હોવાથી તેમને કોઇ તરફથી ગમે તેવું સાંભળવા મળ્યું હોય તેમ છતાં તેમના સ્વભાવ મુજબ આનંદમાં રહે. દિવસ દરમિયાન અકસ્માતથી સંભાળવું. સાંજ પછી રાહત.
 
મીન (દ,ચ,ઝ,થ) : પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાવાની શકયતા. ઘરે મહેમાન આવવાના યોગ સર્જાય. કોઇ સારા સમાચાર મળે. સાંજ પછી તબિયત બગડે તેવી શકયતા. આચરકુચર ખાવાથી દૂર રહેવું. બાળકોની તબિયત ન બગડે તેનું ધ્યાન રાખવું. આપનો રાશિ સ્વભાવ ચંચળ હોવાથી સાચવવું