શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (15:21 IST)

Vastu: જો પતિ-પત્નીમાં રહે છે ટેંશન તો બેડરૂમમાં લગાવો પોપટની તસ્વીર, ઘણા ફાયદા થશે

parrot
- પોપટને પ્રેમ, વફાદારી, લાંબી આયુ અને સૌભાગ્યનુ પ્રતીક માનવામાં આવે છે. 
- તમારા બેડરૂમમાં પોપટના જોડાની તસ્વીર કે મૂર્તિ લગાવવી જોઈએ  
- વેપારીઓ અને બિઝનેસમેન માટે પણ પોપટ શુભ હોય છે. 
 
Vastu Shastra: આજે વાસ્તુશાસ્ત્રમાં જાણો પોપટના ચિત્રના અન્ય ફાયદાઓ વિશે. પોપટને પ્રેમ, વફાદારી, આયુષ્ય અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. ચીની સંસ્કૃતિમાં પણ પોપટને શુભ સંદેશ અને દિવ્યતાનું  પ્રતીક માનવામાં આવે છે.
 
જો તમને તમારા જીવનસાથી પ્રત્યે અવિશ્વાસની લાગણી છે અથવા તમારી વચ્ચે કોઈપણ પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો છે, સંબંધોમાં પ્રેમની કમી છે તો તમારા બેડરૂમમાં પોપટના જોડાની તસવીર અથવા મૂર્તિ લગાવવી જોઈએ.
 
તેનાથી તમારા સંબંધોમાં ખુશી આવશે અને તે પહેલા કરતા વધુ મજબૂત બનશે. આ ઉપરાત  વ્યાપારીઓ કે બિઝનેસમેન માટે પણ પોપટ શુભ છે. તમારા ધંધાકીય સ્થાન કે દુકાનમાં  ઉત્તર દિશાને દોષ મુક્ત કરવા માટે આ દિશામાં લીલા પોપટનું ચિત્ર લગાવો. આ સાથે, તમે વ્યવસાયમાં તમારી બુદ્ધિ અને ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશો, જે તમારા વ્યવસાયમાં ઝડપી વૃદ્ધિ કરાવશે.