શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: રવિવાર, 28 ઑગસ્ટ 2022 (15:55 IST)

સાપ્તાહિક રાશિફળ - આર્થિક સમૃદ્ધિના યોગ છે આ રાશિના 29 ઓગસ્ટથી 4 સેપ્ટેમ્બર સુધીનુ રાશિફળ

મેષ (aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે. અચાનક લાભ થશે અને અચાનક કોઈ જૂનો મિત્ર મળવાની શકયતા ગણેશજી જોઈ રહ્યા છે. જૂના મિત્રો તરફથી તમને લાભ પણ મળી શકે છે. સ્વાસ્થયની બાબતમાં  ઠીક સમય હોવાથી ખાવા-પીવામાં નિયમિતતા બનાવી રાખો અને ક્ષમતાથી વધારે કામનો ભાર ન ઉઠાવશો.  
 
વૃષભ (Tauras) - આ અઠવાડિયુ તમને સામાન્ય કરતા વધુ શુભ ફળ આપશે. અંતિમ ચાર મહિનાથી તમે ધંધા અને ભાગ્યોદય  માટે સંઘર્ષ કે વધારે મેહનત કરી રહ્યા હતા જેનાથી હવે છુટકારો મળશે કારણકે શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. અઠવડિયાના શરૂઆતના સમયમાં મુશ્કેલીઓ, અવરોધ અને સ્વાસ્થય સંબંધી તકલીફ રહેશે. કયારે કોઈ સમય ઈચ્છિત કામ ન પણ થાય. આર્થિક વિષયોમાં ખેંચતાણ રહી શકે છે અને નવા કાર્ય શરૂ કરવામાં નુકશાન થવાની શકયતા છે. અઠવાડિયાનો અંતિમ ભાગ એકંદરે  સામાન્ય રહેશે. 
 
મિથુન (gemini) - આ અઠવાડિયુ તમને નવા કાર્ય માટે અને પિતા માટે અશુભ ફળ આપશે. સાસરી પક્ષ તરફથી પણ લાભ મળશે. અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે શુભ ફળદાયી રહેશે.  જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે અને તમે બન્ને એકબીજાને  સહયોગ કરવાના અવસર ચુકશો નહી.  લાંબા સમયથી તમારા જીવનસાથીને  સ્વાસ્થ્ય સંબંધી કે કોઈ અન્ય પરેશાનીના સામનો કરવો પડી રહ્યા હતો  એમાં કમી આવશે. જીવનસાથી સાથે ફરવાના યોગ બનશે. ભૌતિક સુખ  માટે શુભ સમય છે. 
 
કર્ક (cancer)-  જે જાતક લેખન કે સંચારના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે કે એ ક્ષેત્રમાં વ્યવસાય કરે છે, આ સમય એમની પ્રગતિની શકયતા પ્રબળ છે. આ અઠવાડિયામાં તમને આર્થિક લાભ થશે. લોન કે ઉધરાણી માટે પણ લાભદાયી સમય છે. સ્વાસ્થયની વાત કરો તો આંખોમાં દુખાવો કે બળતરાની ફરિયાદ રહી શકે છે . મહિલાઓ વસ્ત્રો કે આભૂષણ ખરીદી પર વધારે જોર આપી શકે છે. આ અઠવાડિયામાં જીવનસાથી સાથે સિનેમા, હોટલમાં કે કોઈ નિકટના સ્થાન પર પિકનિક પર જવાની શકયતા છે.  લાંબા સમયથી નોકરી કે ધંધામાં તમારા હાથ નીચે કામ કરતા માણસથી જે તકલીફ થઈ રહી હતી અત્યારે એ ઓછી થશે. 
 
 
સિંહ (leo) -  તમારા અંદર થોડો ગુસ્સો રહેશે. તમે જરૂરતથી વધારે આત્મવિશ્વાસમાં રહેશો. એના કારણે કામ ન બગડે એનું ધ્યાન રાખો. આંખોની તકલીફ  થાવની શકયતા ચે. સિંહ જાતકોને અભ્યાસમાં આ સમયે ઘણી રાહત મળશે. તમે સારી રીત એકાગ્રતાથી અભ્યાસ કરી શકો છો. માતા-પિતાને પણ સંતાનની ચિંતામાં ભારે કમી આવશે. સંતાનની તરફ થી સારા સમાચાર મળશે.કોઈ સારા વિશ્વાસપાત્ર માણસ સાથે સંબંધ બનશે. આ અઠવાડિયા તમને આર્થિક લાભ થશે. નોકરીમાં તકલીફ ઓછી થશે. તમારા બોસ તરફથી પણ સહયોગ મળતું રહેશે. અઠવાડિયાના અંતિમ ભાગ કાર્યમાં અવરોધ અનેઅપ્રત્યાશિત ફેરબદલની સૂચના આપી રહ્યા છે. 
 
કન્યા (virgo)- આ અઠવાડિયા પાછલા લાંબા સમયથી જેને અચળ સંપતિ કે વાહનની ખરીદમાં મુશ્કેલી કે અવરોધ આવી રહ્યા હતા , એને આ સમય સારું લાભ થવાની શકયતા છે. આ સમયે શનિદેવના માર્ગીમાં આવવાથી પાછલા થોડા સમય થી વિદ્યાર્થીઓને અભ્યાસમાં જે તકલીફ હતી એ દૂર થશે અને એમની એકાગ્રતા સમજશક્તિ અને સ્મરણશક્તિમાં વૃદ્ધિ થશે. અભ્યાસના નિર્ણયના સંબંધમાં મુશ્કેલી દૂર થશે. કોઈ વિદ્વાન માણસ સાથે ચર્ચા કરી તમે ગૂંચ ભરેલા પશ્નના જવાબ મેળવશો. સંતાન સંબંધી ચિંતા કે તકલીફના નિરાકરણ લઈ શકો. 
 
તુલા (libra) - આ અઠવાડિયા વિદેશ સંબંધી કાર્યમાં  ખૂબ શુભ સમય લાવશે. પણ બીજી તરફ ખર્ચ વધવાની શકયતા  પ્રબળ છે. નોકરીના સારા અવસર મળશે. પણ તમે જે જગ્યા પર છે ત્યાંથી બીજી સ્થાન પર જવાના યોગ બની રહ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં પ્રોફેશનલ કામના આયોજનથી લાંબી યાત્રા ના યોગ બનશે. માતાની તબીયત માં સુધાર થશે. માતા પ્રત્યે તમારા લાગણી વધશે. એમના સાથે સંબંધ સુધરશે. અઠવાડિયા ના અંતિમ ભાગમાં તમે કામમાં અવરોધ આવી શકે છે. કે કોઈ કામમાં અચાનક ફેરબદલ આવશે. તમારી દુવિધા વૃતિના કારણે પણ હાથમાં આવેલું અવસર ગુમાવી પડી શકે છે. યાદ રહે કે આ તમારી રાશિના ફળ છે. તમારા જન્મ ના ગ્રહ મુજબ ફળ માં ફેરબદલ થઈ શકે છે. 
 
 
વૃશ્ચિક (scorpio)- અઠવાડિયા ના પૂર્વાર્ધ તમારા માટે આર્થિક દૃષ્ટિથી લાભદાયી અને પરિવારના સહયોગ આપતું રહેશે. જેમાં વાણી ના પ્રભાવ મહ્ત્વપૂર્ણ હોય આવા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો એટલે કે સેલ્સ, માર્કેટિંગ, કંસલટેંસી, શિક્ષા, ભાષણકલા વગેરે સાથે સંકળાયેલા જાતકોને સારો લાભ થશે. દૂરના સ્થાન પર કમ્યુનિકેશન વધશે. જેમાં તમે આધુનિક ગેજેટ્સ દ્વારા સંકળાયેલા રહેવું વધારે પસંદ કરશો. જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થશે અને એમના સાથે ફરવા પર ખર્ચ કરશો. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં ગ્રહ દશા લાગી રહી છે જેથી તમારા કામમાં કેટલાક અવરોધ આવી શકે છે. પ્રેમ સંબંધમાં અભિવ્યક્તિ પણ સારી રીતે કરી શકશો. 
 
ધનુ (sagittarius) -  પિતા કે તમારા માન-સન્માનને કોઈ  ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખશો. ખાસ વાર્તમાન સમયમાં જરૂરત કરતા વધારે લોભથી બચવું. સ્વાર્થી ન બનવું. આ અઠવાડિયે  બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તમારી રાશિથી દસમા ભાવમાં બુધ તમને વ્યાપારમાં શુભ ફળ આપશે. એ સિવાય વર્તમાન સમયમાં તમારા જીવનસાથીના પૂરો સપોર્ટ મળતો રહેશે. ભાગીદારો તરફથી સારો સહયોગ મળશે. વ્યાપારમાં કોઈ સારા પ્રગતિકારક નિર્ણય લેશો. નોકરીયાત વર્ગના લોકોને બૉસનો સારો  સહયોગ પણ મળતો રહેશે. આ અઠવાડિયુ તમારા માટે શુભ રહેશે. પરિવારમાં જો કોઈ સાથે અનબન છે તો એ ધીમે-ધીમે દૂર થશે. ખર્ચ અને આર્થિક તકલીફ  ઓછી થશે.
 
મકર (capricorn) - આવકના નવા સ્ત્રોત મેળવશો. જીદ, મમત્વ કે જરૂરત કરતા વધારે આત્મવિશ્વાસથી કરેલા કાર્ય સાથે જ જવાબદારીમા નિષ્ઠા અને પ્રમાણિકતા રાખવાથી ખાસ લાભની પ્રાપ્તિ થશે. સરકારી નોકરી કરતાને હિસાબમાં જાગૃત અને સાવધાની રાખવી પડશે.  સરકારના ઉચ્ચ અધિકારીના દબાણ કે આદેશમાં અનિચ્છાથી કાર્ય કરશો પણ એ કાર્ય ક્યારે - ક્યારે તમારા માટે પરેશાની બની શકે છે. કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. અને એના કારણે તમારા યશ સન્માન અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી શકે છે. આ કારણે તમાર મન પર બેકારનો ભાર વધશે અને તમે નિરાશાના શિકાર બનશો. તમારા પરિવારના સભ્ય પણ તમારી સત્ય માની લેવા માટે તૈયાર નહી થાય.  
 
 
કુંભ (aquarius) -  આ અઠવાડિયે મિત્રોના સહયોગ અપેક્ષા કરતા થોડો ઓછો મળશે. મોટા ભાઈ-બહેન પણ ખાસ મદદ નહી કરે. આથી તેમના પ્રત્યે થોડી નફરતની ભાવના આવશે.  ધાર્મિક યાત્રાના યોગ બનવાથી ખર્ચની માત્રામાં વધારો થશે. પૂજા-પાઠ અને જનસેવાના કાર્યમાં પણ ખર્ચની શકયતા દેખાય રહી છે. ક્યાંકથી કોઈ ગુપ્ત ધન મળવાની શકયતા દેખાય રહી છે. આથી શકય હોય ત્યાં સુધી બચત પર ધ્યાન કેંદ્રિત કરો. અઠવાડિયાનો અંતિમ સમય તમે પરિવાર સાથે ઉત્તમ રીતે વિતાવી શકશો. 
 
મીન ( pisces) - આર્થિક દૃષ્ટિથી લાભદાયી અને પરિવારના સહયોગ આપતું રહેશે. સરકારી નોકરી કરતાને હિસાબમાં જાગૃત અને સાવધાની રાખવી પડશે.  સરકારના ઉચ્ચ અધિકારીના દબાણ કે આદેશમાં અનિચ્છાથી કાર્ય કરશો પણ એ કાર્ય ક્યારે - ક્યારે તમારા માટે પરેશાની બની શકે છે. કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. અને એના કારણે તમારા યશ સન્માન અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી શકે છે