શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (01:00 IST)

ફેબૃઆરી માસિક રાશિફળ 2023 - જાણો આ મહીને કેવા રહેશે બધી રાશિઓના હાલ

monthly astro
મેષ રાશિ - આ મહિનાના પૂર્વાર્ધ કેટલીક દુવિદ્યાઓ અને ફેરબદલમાં ધન ખર્ચ કરાવશે. પહેલા અને બીજા અઠવાડિયા દરમિયાન પરિસ્થિતિયો નિયંત્રણમાં નહી રહે, સંતાન સુખથી પ્રસન્નાતા મળશે. ભાઈ બહેન સાથે વાદ વિવાદ કાયમ રહી શકે છે. નાનકડા કામ માટે પણ તમને કોઈની મદદ લેવી પડશે. પોતાના મધુર વ્યવ્હારથી બીજાને પ્રભાવિત કરવામાં સફળ રહેશે. તમારા સંપર્ક દાયરામાં વૃદ્ધિ થશે. તમારા સ્વાસ્થ્યને  નજર અંદાજ ન કરો.  વાહન દુર્ઘટનાની શક્યતા છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો. વિદ્યાર્થી અને અભ્યાસકર્તાઓ માટે સમય યોગ્ય અને અનુકૂળ છે. મહિનાના મધ્યમાં આવીને સ્થિતિયો કેટલીક બદલવા લાગશે.  તમારા ખર્ચને કાબુ કરવામાં તમે સફળ રહેશો.  પણ આ દરમિયાન કોઈ પ્રકારનુ રિસ્ક પૈસા કે પ્રોપર્ટીમાં ન લેશો. જો કોઈ ખરાબ આદત છે તો તેને છોડી દો. નહી તો તેને કારણે તમને આ દરમિયાન ઘણુ નુકશાન સહેવુ પડશે. આમ ટૂંકમાં આ મહિનો તમારે માટે મળતાવડો રહેશે. મેષ રાશિવાળા સરસવના તેલની એક ચમચી તેલ દર શનિવારે જમીન પર રેડો. શનિ દર્શનથી બચો. પુખરાજ સવા પાંચ રત્નીનો ચાંદીનુ લોકેટમાં બનાવે ગુરૂવારે સવારે 7.15 વાગ્યે પહેરો. 
 
વૃષ રાશિ - આ મહિનાના પૂર્વાર્ધ પણ ઉત્તમ ફળોથી યુક્ત છે. રચનાત્મક અને બૌદ્ધિક કાર્યોથી લાભ મળશે. અવરુદ્ધ ધનની પ્રાપ્તિ થશે. શાસન સત્તામાં ભાગીદારી બનશે કે પછી ઉચ્ચ પદાધિકારીઓ સાથે મેળાપ વધશે. આ દરમિયાન તમે તમારા બધા અટકેલા કાર્યો કરી શકો છો. કોશિશ અને દોડ ધૂપ કરવાથી વેપારમાં સફળતા મળશે. માન યશની પ્રાપ્તિ થશે. ઉચ્ચ અધિકારી મદદ કરશે. કોઈ નવા મિત્ર સાથે મેળાપ થવાથી લાભ થશ્ ચોરીનો ભય અને યાત્રાનું ધ્યાનથી કરો. વિદ્યાર્થી અભ્યાસમાં સારુ પ્રદર્શન કરશે. ધન પ્રાપ્ત થઈ શકે છે. નોકરી વ્યવસાયની દ્રષ્ટિથી આ મહિનો તમને ઉત્તમ ફ્ળ આપશે. પ્રતિષ્ઠિત વ્યક્તિની 
સાથે બનાવેલ સંબંધ આવનાર સમયમાં કારગર સાબિત થશે. આર્થિક મુદ્દા પર સમજી વિચારીને અમલ કરો. બીજા અને ચોથા અઠવાડિયામાં યાત્રાઓ અને દોડભાગ છતા વેપારી સફળતા શંકાસ્પદ રહેશે. પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ મળશે. ઘાયલ થવાની અને ઝગડો થવાની શક્યતા છે. મહેનત પછી પણ ફળ અપેક્ષાકૃત નહી રહે. ખર્ચની શક્યતા છે. મહિનાના મધ્યમાં શુભ સમાચાર મળવાથી મન ખુશ રહેશે. પરેશાનીથી બચવા માટે સુરમાની નવ શીશી અથવા એક શીશી સરસવનુ તેલ ભરીને તળાવમાં નાખો. ગળામાં દસ રત્તીની ઓપલ લોકેટ બનાવીને પહેરો. 
 
મિથુન રાશિ - . આ મહિનામાં વેપારમાં લાભ મળશે. પરિવારમાં કોઈ ઉત્સહવર્ધક કાર્ય બનશે. વૃદ્ધિમાં વિકાસ દ્વારા ઉન્નતિનો માર્ગ પ્રસ્શત રહેશે.  શારીરિક કષ્ટથી ખિન્નતા રહેશે. અને કામ ધંધામાં અરુચિ ઉભી થશે. મહિનાના ત્રીજા અઠવાડિયાથી ગોચર પરિવર્તનકરી છે. અચાનક કોઈ નુકશાન થવાનો ભય છે. કોઈ અશુભ સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈ રોગી હોવાથી મન પરેશાન રહેશે. 15 તારીખ પછી ધન લાભનો યોગ. વેપારની સ્થિતિ સામાન્ય થતી જશે. આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલ વિવાદ ખતમ થશે. લાભ માર્ગ પ્રશસ્ત થશે. વિદ્વાન અને ગુણીજનો સાથે સંપર્ક થશે. આ દરમિયાન કોઈ વરિષ્ઠ સભ્યના સહયોગથી આર્થિક કાર્યોની પુષ્ઠભૂમિ તૈયાર થશે. મેળા કે ઉત્સવ વગેરેમાં સમ્મિલિત થશે. વેપારમાં વૃદ્ધિ થશે. વિચારશક્તિ અને કલ્પનાશક્તિ વધવાની શક્યતા છે. તમારો આત્મવિશ્વાસ વધશે. અને કાર્યમાં સફળતા મળશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. સામાજીક અને વ્યવ્હારિક કાર્યોમાં અતિ વ્યસ્ત રહેશે. પરિવાર સાથે તમે હરવા ફરવા જશો મોજમસ્તી અને સારી ખરીદીની શક્યતા છે. આવકમાં કમી આવશે.  બચાવ માટે તલનુ તેલ એક ચમચી ભરીને જમીન પર રેડો. મોટા ભાઈની સેવા કરો. પન્ના પહેરો.  
 
કર્ક રાશિ - આ મહિનામાં માન-સન્માન અને વર્ચસ્વ વધશે. ધન લાભના સાધન બનશે. કોઈ બગડેલુ કાર્ય પણ થઈ શકે છે. કેસ જીતી જશો. વિદ્યાર્થી વર્ગને હરિફાઈમાં પુરસ્કાર મળશે. જો કોઈ પ્રોપર્ટી સંબંધી વિવાદ છે તો તે ઉકેલાશે. મિત્રો કે કેટલાક સજ્જન લોક્કોના સહયોગથી તમરા જૂના વિવાદ ઉકેલાશે. કોઈ પરીક્ષા કે હરીફાઈમાં સફળતા મળશે. કોઈ ઓફિશલ ટુર પર જશો તો તેમા સફળતા મળશે.  જો તમે કલા કે મનોરંજન વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તેના આગળ જઈને ખૂબ ફાયદો થશે. તમારો પરિવાર દરેક કામમાં મદદ કરશે. સામાજીક સ્તર પર પણ તમને સહયોગ મળશે. સરકારી કામકાજોથી બચો. આ મહિનામાં શરૂઆતી દોરમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. અજ્ઞાત ભય પરેશાન કરશે કે અંદરથી ગભરાટ થશે. પણ ચિતા ન કરશો. કારણ કે સમસ્યા ઓછા સમય માટે છે. આ મહિને વેપાર નોકરી રાજનીતિ પિતા પર વિપરિત અસરથી બચવા માટે સરસવના તેલ કે તલના તેલને જમીન પર રેડો. મોતી સાથે પુખરાજ પહેરો. 
 
સિંહ રાશિ - આ મહિનાના પ્રારંભમાં આપે દરેક મામલે ચડાવ-ઉતાર સાથે આગળ વધવાનું છે. વ્યવસાયિક બાબતોમાં થોડી ધીરજ રાખવી. સમય પસાર થાય તેમ આપના કમ્યુનિકેશન વધશે અને ખાસ કરીને આયાત-નિકાસ કે વિદેશમાં રહેલી કંપની સાથેના કામકાજમાં સાવધાની સાથે આગળ વધવું. સર્જનાત્મકતાના ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે પ્રારંભિક પખવાડિયું સારું છે. આપ શાંતિપૂર્ણ પારિવારિક માહોલમાં રહી શકશો પરંતુ અપેક્ષિત આનંદ કદાચ ન મળે. મહિનાના ઉત્તરાર્ધમાં મકાન કે સ્થાવર મિલકત સંબંધિત કાર્યોમાં ફાયદો થાય. વ્યવસાયમાં આપ બુદ્ધિના જોરે પોતાનું કામ કાઢી શકશો. મહિનાના ઉત્તરાર્ધમાં આપના સરકાર સંબંધિત કાર્યોમાં ગતિવિધી તેજ થાય. વગદાર લોકો સાથે લાભદાયી મુલાકાતની સંભાવના પણ રહે. લગ્નોત્સુક જાતકોને યોગ્ય જીવનસાથી મળવાની શક્યતા નકારી શકાય નહીં. શેરબજારમાં ખાસ કરીને સરકાર હસ્તક કંપનીઓમાં લાંબાગાળાના દૃષ્ટિકોણ સાથે આગળ વધી શકો છો આનાથી બચવા માટે સરસિયાનુ તેલ જમીન પર રેડો. અનામિકામાં મુંગા રત્નની અંગુઠી બનાવીને પહેરો. 
 
કન્યા રાશિ -  વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન સાધવામાં આપ પાછા પડશો અને બંને તરફથી આવતી બેવડી જવાબદારી આપને માનસિક ઉપરાંત શારીરિક તણાવ આપી શકે છે. પરિવારમાં આપને સૌહાર્દનો અભાવ વર્તાશે તો, સાથે સાથે કામના સ્થળે લોકોના સહકારની ઉણપ રહેશે. ભાગીદારીમાં આપના સ્વભાવની ઉગ્રતા નડતરરૂપ ન બને તેની કાળજી લેવી. સમય પસાર થતા આપને ભાગ્યનો સાથ મળે. નોકરીમાં તમારા શિડ્યુલમાં ફેરફાર થશે. મહિનાના ઉત્તરાર્ધમાં નોકરિયાતોને પોતાનું કૌશલ્ય બતાવીને પ્રગતી કરવાની તક મળે. જોકે આ સમયમાં કોઈ વગદાર વ્યક્તિ કે સરકારમાં ઉચ્ચ હોદ્દેદારો સાથે વિવાદ ટાળવાની ખાસ સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી વાહન ધીમે ચલાવવું અને મશીનરીમાં કામ કરતા જાતકોએ વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીવર્ગ માટે મહિનાનો ઉત્તરાર્ધનો સમય વધુ સારો છે પરિવારના જે વ્યક્તિ બીમાર છે તેઓ સરસિયાનુ તેલ ખુદ પરથી ઉતારીને દાન કરી દે. જો જમીન પર નાખી શકો તો તલનુ તેલ કાચી જમીન પર રેડો. 
 
તુલા રાશિ - આ સમયમાં આરોગ્ય સંબંધિત સમસ્યા ઉપરાંત જીવનસાથી જોડે મતભેદ, શત્રુપીડા અને અવિચારી વર્તન વગેરે શક્ય છે. ઘરમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા આપ પ્રયાસો કરશો પરંતુ તેનું અપેક્ષિત પરિણામ નહીં મળે. કોઈ વિદ્વાન વ્યક્તિ સાથે મુલાકાત થાય અને બૌદ્ધિક ચર્ચા પણ કરી શકશો. વિદેશ જવા ઈચ્છતા જાતકોને સાનુકૂળતા રહેશે. સંતાન સુખ મળે પરંતુ ગર્ભવતી મહિલાઓ આવનાર સમયમાં ખાસ કાળજી લેવી. મહિનાના ઉત્તરાર્ધમાં વ્યવસાયિક ક્ષેત્રે આપનો વિજય થાય. જેઓ સર્જનાત્મકતાના ક્ષેત્રે અથવા કલા કે મનોરંજન સંબંધિત કાર્યોમાં નોકરી કરતા હશે તેમના માટે મહિનાનું અંતિમ ચરણ શુભ ફળદાયી જણાઈ રહ્યું છે. પગારવૃદ્ધિ અથવા ઈન્સેન્ટિવની અપેક્ષા પણ રાખી શકો છો. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ સફળતા મળે. ગુરુ તરફથી કે વડીલો તરફથી આપને સારો સહકાર મળશે. જીવનસાથીને નુકશાન થઈ શકે છે. તેમની શુભ્રતા માટે જમીન પર તલનુ તેલ એક ચમચી રેડો. ઓપલ પહેરો. 
 
વૃશ્ચિક રાશિ -  આ મહિનામાં કોઈ સુખ પ્રસંગની શક્યતા છે. આપ કાયદા વિરોધી, સરકાર વિરોધી કે કોઈપણ પ્રકારે પ્રતિષ્ઠાને હાનિ થાય તેવી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાશો. આ સમયમાં આપ ધીરજ, સંયમ અને આધ્યાત્મ તરફ વધુ ધ્યાન આપો તેવી સલાહ છે. આવનાર ઘણા સમય સુધી આપ વળતર ન મળે તેવા ક્ષેત્રોમાં રોકાણથી બચીને રહેજો. આ સમયમાં આપ વ્યવસાયમાં નવી પ્રોડક્ટ ઉમેરવી અથવા વિસ્તરણ સંબંધિત કોઈપણ યોજનાનું અમલ કરી શકો છો. મહિનાના બીજા સપ્તાહથી વિદ્યાર્થીવર્ગને એકાગ્રતોનો થોડો અભાવ વર્તાશે. શેરબજારમાં ખોટી ઉતાવળ ન કરવી. મહિનાનો અંતિમ તબક્કો સંતાન ઈચ્છુક જાતકો માટે સાનુકૂળ છે. પ્રેમસંબંધોમાં આગળ વધવા માંગતા જાતકોએ હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. કર્જથી પરેશાની થઈ શકે છે. તેનાથી રાહત મેળવવા માટે જમીનમાં સરસવનુ તેલ દર શનિવારે એક ચમચી ભરીને નાખો. 
 
ધન રાશિ -  આ મહિનમાં શુભ કાર્ય માટે ધનની વ્યવસ્થા કરવી પડશે.  પહેલા પખવાડિયામાં આપને ઉચ્ચ હોદ્દેદારો, વડીલો, ઉપરીઓ વગેરેનો સાથસહકાર મળશે અને તેઓ આપના માટે પ્રગતિનું કારણ બનશે. લગ્ન સ્થાનનો માલિક ગુરુ અષ્ટમભાવમાં વક્રી રહેવાથી આપને થોડી અડચણો આવી શકે છે. આપને સ્વાસ્થ્યની કેટલીક ચિંતાઓ રહી શકે છે. આપનામાં આ સમયમાં આધ્યાત્મિકતાનું પ્રમાણ વધારે જોવા મળે. મિત્રો, ભાઈ-બહેનો દ્વારા લાભની અપેક્ષા પણ રાખી શકો છો. આપને વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવવાનું થોડું અઘરું પડશે માટે સંયમ તેમજ ધીરજથી કામ લેવું. આ મહિનામાં સંતાન . વિદ્યા પ્રેમ ભાવ પર વિપરિત અસર પડશે. શનિની શુભ્રતા માટે શાળામાં કાળી વસ્તુઓ દાન કરો અને શાળાની જમીન પર સરસવનુ તેલ રેડો. 
 
મકર રાશિ - આ મહિનામાં ઉદ્યોગ વેપારમાં રસ લેશો. કોકી પ્રેરક વિચાર તમારી મધ્યસ્થતાને સાકાર કરી શકે છે. આપના સ્થાયી સંપત્તિના કોઈપણ કામકાજ ઉકેલવા માટે પહેલું સપ્તાહ ઘણું સાનુકૂળ છે. મનોરંજન પાછળ ખર્ચ, લોકો તરફથી ભેટસોગાદો, અચાનક નવી આવક થવી અથવા કોઈપણ પ્રકારે આર્થિક લાભની આપ અપેક્ષા રાખી શકો છો. મહિનાના પહેલા પખવાડિયામાં આપે પ્રતિષ્ઠા સંબંધે સાવધાની રાખવી. ખાસ કરીને વગદાર વ્યક્તિ, ઉપરી અધિકારીઓ કે વડીલો સાથેના સંબંધોમાં આપે ખૂબ જ વિનમ્રતા રાખવી પડશે. આપને વારંવાર અહંનો ટકરાવ થઈ શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ પલટાઈ જશે. સ્વાસ્થ્યમાં પણ આપને એસિડિટી અને બળતરા, નેત્રપિડા, માથામાં દુખાવો વગેરે થઈ શકે છે. આ મહિને માતા ભૂમિ ભવન પ્રસિદ્ધ વગેરે પર વિપરિત અસર થશે. આનાથી બચવા માટે ગરીબ વડીલ સ્ત્રીને ધાબળો દાન કરો. સરસવનુ તેલ ભરેલી શીશી નદીમાં પ્રવાહિત કરો. 
 
કુંભ રાશિ - આ મહિનાની શરૂઆતમાં મન કર્મ અને વચનથી કાર્ય કરવાથી મહત્વાકાંક્ષાઓની ભૂમિકા બનાવવામાં સક્ષમ રહેશો. મહિનાનું શરૂઆતનું પખવાડિયું વિદેશ સંબંધિત કાર્યો પાર પાડવા માટે સાનુકૂળ છે. ખાસ કરીને લાઈસન્સ સંબંધિત કાર્યો વિલંબમાં પડ્યા હોય તો આપ બૌદ્ધિક ચાતુર્યથી તેનો ઉકેલ લાવી શકશો. જોકે મહિનાના પહેલા સપ્તાહમાં વાદ-વિવાદ, ઝઘડો ટાળવા અને વાહન સંભાળીને ચલાવવાનું. આપ દૂરના લોકો સાથે કમ્યુનિકેશન પર વિશેષ ભાર મુકશો. શેરબજારમાં લાંબાગાળાનું રોકાણ કરવા માટે આપ સારું આયોજન કરી શકશો. વિશ્લેષણ શક્તિ હાલમાં સારી રહેશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ બની શકે છે. વ્યવસાયિક કાર્યોમાં ક્યાંયને ક્યાંક વિલંબ થઈ શકે છે. વેપારી વર્ગને ઉઘરાણી ઉકેલાવાની શક્યતા જણાય છે. આ મહિને નાના ભાઈ પરાક્રમ ભાગીદરી શત્રુ વગેરેથી તમે પ્રભાવિત થશેઓ તેનાથી બચવા માટે નાના ભાઈ સાથે મધુર વ્યવ્હાર કરો. શત્રુ પક્ષથી બચવા શનિ મંત્રનો જાપ કરો. જાપ 108 વાર દરેક શનિવારે આખુ વર્ષ કરો. 
 
મીન - આ મહિનાની શરૂઆત અનાજ . કપડા અને ભેટ વગેરે એકત્ર કરવા માટે અનુકૂળ રહેશે. સરકારી કાર્યોમાં આપ પોતાની વાકછટાના આધારે કામ કઢાવી શકશો. વિદ્યાર્થીવર્ગ માટે પણ આ સમય સાનુકૂળ જણાઈ રહ્યો છે. અંગત જીવન અને ખાસ કરીને દાંપત્યજીવનમાં આપને થોડી નિરસતાનો અહેસાસ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા જાતકો ખોટી ભ્રમણામાં ન રહે તેવી ગણેશજી ટકોર કરી રહ્યા છે. અત્યારે ભાગ્ય આપને સપોર્ટ નથી કરતું તેવું લાગી શકે છે. મહિનાના બીજા સપ્તાહથી આપનો ગુસ્સો સાતમા આસમાને રહેશે. મહત્વના નિર્ણયો આ મહિને શક્ય હોય તો ટાળજો. અકસ્માત કે અસ્થિભંગના યોગની પણ શક્યતા રહેવાથી સંભાળવું. મહિનાનું છેલ્લું સપ્તાહ ભોગવિલાસમાં પસાર થઈ શકે છે. આ મહિને ધન કુટુંબ વાણી અને વચન પર વિપરિત અસર પડશે. આનાથી બચવા માટે વાણી પર સંયમ રાખો. સરસવનુ તેલ જમીન પર રેડો.