રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By

Numerology 2023 Moolank 3 - મૂલાંક 3 માટે કેવું રહેશે 2023

numerology
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી, 30મી તારીખે થયો હોય તેમની સંખ્યા 3 હોય છે. અંકજ્યોતિષ  મુજબ 3 નંબર ગુરુનુ પ્રતિનિધિત્વ કરે  છે. આ મૂલાંક ધરાવતા લોકો જીવનમાં ખૂબ જ સર્જનાત્મક, જ્ઞાની અને ખુશખુશાલ હોય છે અને તેઓ અન્ય લોકોને પણ ખુશ કરે છે. આ લોકો સર્જનાત્મક કાર્યો કરે છે, જેમ કે સંગીત, નૃત્ય વગેરેમાં સંપૂર્ણ રસ લેવો. આ લોકો આધ્યાત્મિક પણ છે. તેઓ સરળતાથી મિત્રો બનાવે છે. એક સારા શ્રોતા હોવા ઉપરાંત, તે સારા શિક્ષક પણ હોય છે. તેમની અંદર દરેક વસ્તુને સમજવા અને સમજાવવાની ક્ષમતા હોય  છે. તેઓ ખૂબ જ આકર્ષક સ્વભાવના વ્યક્તિ હોય છે જે  લોકો છે જે સરળતાથી ભીડમાં પોતાના વ્યક્તિત્વને જુદુ બતાવી શકે છે. 
 
અંકજ્યોતિષની ભવિષ્યવાણી 2023 મુજબ, તમારે તમારા અંગત જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે વ્યાવસાયિક જીવન કરિયર અને અભ્યાસમાં તમને સારા પરિણામ મળશે. ફેબ્રુઆરી, મે અને નવેમ્બર મહિના તમારા માટે સારા સાબિત થશે અને તમને આ સમયગાળામાં સફળતા મળશે. લગ્ન સંબંધી બાબતોમાં સકારાત્મકતા જોવા મળશે.
 
મૂલાંક 3  વાળાના કરિયર, આર્થિક સ્થિતિ માટે અંકજ્યોતિષ 2023 ની ભવિષ્યવાણી 
 
વર્ષ 2023 માટે અંકજ્યોતિષની ભવિષ્યવાણી મુજબ, જે લોકો વિદેશમાં બિઝનેસ શરૂ કરવા માગે છે તેમના માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક રહેશે.  આ સમય દરમિયાન તમે ઘણા નવા સંબંધો બનાવશો, જે તમારી રિયર અને પ્રગતિમાં મદદ કરશે. જો કે, ભાગીદારીમાં  સાવધાનીપૂર્વક કરો. આ દરમિયાન તમારું ધ્યાન ફક્ત કામમાં જ રાખો અને ભટકવાનું ટાળો. આ વર્ષ સંપત્તિ વૃદ્ધિ તમને ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરવામાં મદદ કરશે
 
મૂલાંક 3  વાળાના લવ રિલેશનશિપ અને લગ્નને માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી  
 
આ વર્ષે તમને તમારા અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. જો તમે પરિણીત છો અથવા રિલેશનમાં છો, તો તમારા સંબંધની સીમાઓથી વાકેફ રહો. સન્માન કરો કારણ કે બ્રેકઅપ થવાનો ભય છે. વિવાહિત યુગલોને ઉતાર-ચઢાવનો અનુભવ થઈ શકે છે. આ દરમિયાન બંને પાર્ટનર ગેરસમજ  થી બચો અને એકબીજા પર વિશ્વાસ કરો. વર્ષ 2023 ને તમે તમારા જીવનની કસોટી તરીકે જુઓ અને તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો. જ્યારે તમે આ પરીક્ષાને સફળતાપૂર્વક પાર કરી લેશો તો તમે અને તમારા પાર્ટનર વચ્ચે સંબંધ વધુ મજબૂત થઈ જશે. 
 
મૂલાંક 3 વાળાની ફેમિલી અને સોશિયલ લાઈફ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
વર્ષ 2023માં પારિવારિક સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. સામાજિક જીવન વ્યક્તિગત જીવન કરતાં અલગ છે. સમાજ તમારા પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણની સાથે જ સારી ભાવના પણ રાખશે.  જેનાથી તમને સન્માન મળશે. દરેક વસ્તુને કાળજીપૂર્વક સાચવો.   જેથી મોટા  ભાગની સમસ્યાઓ ઉકેલાઈ જાય 
 
મૂલાંક 3 ધરાવતા જાતકો માટે અભ્યાસને લઈને અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
વર્ષ 2023 સામાન્ય રીતે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વર્ષ રહેશે. લેખન અને હસ્તકલા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને આ વર્ષે ઘણી સફળતા મળશે. આ વર્ષ રિસર્ચ ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓ માટે પણ તે ઘણું સારું રહેશે. આ સિવાય જો તમે વિદેશમાં ભણવામાં રસ ધરાવો છો તો આ વર્ષ  તમારા માટે ખૂબ સફળ થઈ શકે છે. ટુંકમા કેરિયરની દ્રષ્ટિએ તમારું વર્ષ સારું રહેશે. જો તમે શિક્ષણ, કલા, એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં છો તો તમે પ્રોગ્રેસ કરી શકશો.
 
ઉપાય - 
 
- તમારા માથા, ગરદન અને જીભ પર કેસરનુ તિલક લગાવો 
- આ ઉપાય કરવાથી કરિયર અને પર્સનલ લાઈફમાં આવતા અવરોધ દૂર થશે અને ભાગ્યમાં વૃદ્ધિ થશે. 
 
લકી રંગ  - પીળો અને સફેદ
લકી નંબર - 3 અને 1
લકી દિશા - ઉત્તર-પૂર્વ અને પૂર્વ
લકી દિવસ - ગુરુવાર અને સોમવાર
અશુભ રંગો - બ્રાઉન અને પર્પલ
અશુભ અંક - 4 અને 7
અશુભ દિશા  - દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ 
અશુભ દિવસ  - શુક્રવાર