રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Modified: રવિવાર, 23 એપ્રિલ 2023 (12:36 IST)

24 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આ રાશિની થશે મજા જાણો સાપ્તાહિક રાશિફળ

મેષઃ તમારાં બાળકો, આશ્રિતો, પાલતુ પ્રાણીઓ, વડીલો, સાસરિયાંઓ, માતા પિતા પૈકી કોઇ એક કે બધા તમને ચિંતા અને વિમાસણનો અનુભવ કરાવે. જરૂરી નથી કે તે ચિંતા આરોગ્ય સંબંધિત જ હોય. અણધારી માગણીઓ સંતોષવાની આવે અથવા આયોજન બહારના ખર્ચા થાય. તમારા મિત્રો તરફથી મદદ મળી રહેશે. તમારા મદદકર્તા મિત્રો તમને સધિયારો આપવાને બદલે મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે.
 
વૃષભઃ આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. વાહન જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. હિત શત્રુઓથી સાચવવું. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. જરૂરિયાતમંદોને મદદ થઈ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. લગ્નજીવન સુખમય બની રહે. આરોગ્ય સાચવવું. ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ શકે છે. વિદેશનાં અટકેલાં કાર્ય પૂર્ણ થતાં જણાય.
 
મિથુનઃ તમે તમારા વ્યવસાયિક જીવનમાં તમારી મર્યાદાઓ જાણો છો અને તમે તેના વિશે ગંભીર પણે વિચાર્યું છે. તેથી વ્યવસાયિક પ્રગતિની આડે આવતી મુશ્કેલીઓને કઇ રીતે દુર કરવી તે જાણો છો. કામની પ્રગતિ થાય અને પ્રમોશન મળવાની સંભાવના જણાય. પ્રેમ અને મિત્રતા તમને તાજગીનો અનુભવ કરાવશે. આંતરિક સુખ શાંતિનો અનુભવ કરશો. પાર્ટીઓ અને મેળાવડામાં તમે કંઇક લેવાને બદલે આપવાના મૂડમાં દેખાશો.
 
કર્કઃઆ અઠવાડિયું તમે નાણાકીય ખેંચ અનુભવશો. કામ બાબતમાં પણ થોડી નકારાત્મકતા પ્રવેશશે. પૂરતા પ્રયત્નો, પ્રબળ ઇચ્છા અને ધૈર્ય પૂર્વક વર્તીને તમે તમારા સહકર્મચારીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. તમે તમારી ભૂલોને કબૂલશો. નવી અને રસપ્રદ વ્યક્તિ સાથે સંપર્ક થતા તમે તાજગી અને ઉત્સાહ અનુભવશો. કૌટુંબિક આનંદ પ્રમોદ મેળવી શકાય.
 
સિંહઃ માનસિક ચિંતા હળવી બનતી જણાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. ભાગ્યોદયની તક મળી શકે છે. સ્પર્ધા અભ્યાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઇ શકે છે. નોકરીયાતવર્ગને પદોન્નતિ મળી શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. વાદ વિવાદથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભ થઇ શકે. જમીન-મકાનની ખરીદી થઇ શકે છે.
 
કન્યાઃ દિવસ આનંદમય પસાર થઇ શકે છે. નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાય. આરોગ્યની કાળજી રાખવી. વાહન જમીન મકાનના પ્રશ્નો હલ થતા જણાય. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. અભ્યાસમાં સફળતા. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય.
તુલાઃ બુદ્ધિ અને વિવેકથી માન સન્માનની પ્રાપ્તિ થશે. ધાર્મિકતા તરફ ઝુકાવ આવશે, મન પ્રસન્ન રહેશે. પ્રેમમાં નિષ્ફળતા મળશે. ધનનો સંગ્રહ થશે. વૈભવ પર ધન ખર્ચ કરવો પડશે. પ્રેમ અને વિવાહના પ્રસ્તાવ આવશે. વાહનથી ચેતીને રહેવું. બેચેની રહેશે. અનાવશ્યક કાર્યની જવાબદારી રહેશે. બંધુ બાંધવોને સહયોગ પ્રાપ્ત થશે. ભાગ્યનો સહયોગ મળશે. સુખમાં કમી આવશે. માતાની તંદુરસ્તી ઓછી થશે. કાર્યસ્થળ પર સ્થિતિ મજબૂત થાય.
 
વૃશ્ચિકઃ આવકમાં વૃદ્ધિ થશે મન પ્રફુલ્લિત થશે. સંતાનના શુભ સમાચાર મળશે. નોકરીમાં નવા પ્રસ્તાવો મળશે. લોખંડની ધાતુ સાવધાન રહેશે. શત્રુ પ્રબળ રહેશે. ખર્ચ વધશે. વાદ વિવાદમાં ન પડવું. અજ્ઞાત ભય રહેશે. વેપાર વ્યવસાય ઉત્તમ રહેશે. વિવાહના પ્રસ્તાવોની પ્રાપ્તિ થશે. યશ, માન સન્માન મળશે. જીવનસાથી સાથે સામંજસ્ય વધશે. વૈભવ પર ખર્ચ વધશે. દેવું લેવાની આવશ્યકતા અનુભવશો.
 
ધનઃ આ અઠવાડિયામાં તમે ઘણી વખત સમય-શક્તિની ખેંચ તાણ અનુભવશો. નાણાકીય બાબતોમાં ગૂંચવાડો થશે. તે તમે તમારા બજેટમાં કાપકૂપ કરીને દુર કરવાનો પ્રયત્ન કરશો. આ ગૂંચવાડો મોટે ભાગે તમારા વધુ પડતાં બજેટ ફાળવણીને લીધે હશે. સામાજિક જીવન અને સામૂહિક જીવનને લગતી સમસ્યાઓ સર્જાય. આ આખું અઠવાડિયંુ તમારું ફેરફારો અને એડજસ્ટમેન્ટનું છે. તમારા હિતચિંતક સ્વજનોની મદદ મળી રહેશે.
 
મકરઃ અભ્યાસમાં સફળતા મળે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. કોર્ટ કચેરીના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. માનસિક ચિંતા હળવી બને. નોકરીમાં ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. વેપારમાં મોટા સાહસ થઇ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જણાય. નોકરી વેપારમાં સફળતા મળતી જણાય. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે.
 
કુંભઃ તમને તમારા છેલ્લાં થોડાં અઠવાડિયાંની પ્રગતિ અને આનંદમાં ઓટ જણાશે. અને તેનાથી તમને આઘાતનો અનુભવ થશે. તમે ન પહોંચી વળાય તેવી પૈસાની ખેંચ, કામનું દબાણ અને કૌટુંબિક માગણીઓને કારણે તમારી ચિંતામાં વધારો થશે. તેમ છતાં તમે શુભ આશા સાથે પ્રયત્નો ચાલુ રાખશો. તમારી ધિરજ સહિષ્ણુતાની આ કસોટી છે. બાળકો તમારી સાથે ઉષ્મા અનુભવશે. આ અઠવાડિયે પ્રવાસ યોગ છે.
 
મીનઃ ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થશે. મનોવાંછિત કાર્યોમાં વિલંબ. જેનાથી મન બેચેન રહેશે. શ્રમમાં સફળતા પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારી સાથે તાલમેલ વધશે. મકાન, ભૂમિ ખરીદવાની યોજના સફળ થશે. આવક સામાન્ય રહેશે.. સંતાન પક્ષમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. નોકરીમાં નવા પ્રસ્તાવ મળશે. ધાર્મિક કાર્યક્રમોમાં વ્યય થવાની સંભાવના છે. શત્રુઓ પર વિજય મળશે. વાહનથી સાવધાન રહેવું.