1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (21:47 IST)

Astro Tips: રાત્રે ભૂલથી પણ ન કરો આ કામ, ધનની દેવી લક્ષ્મી થશે નારાજ

Astrology
Astrology: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તેમના જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી આવતી નથી. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. ધાર્મિક શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે.  એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને ક્યારેય ધનની કમીનો સામનો કરવો પડતો નથી. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને કરવાથી સુખ અને સૌભાગ્યની સ્વામીની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આવા ઘરોમાં વાસ નથી કરતી. કેટલાક એવા કાર્યો છે જે રાત્રે ન કરવા જોઈએ. નહિ તો લક્ષ્મી ક્રોધિત થાય છે. ચાલો જાણીએ એવા કયા કામ છે જે સાંજે ન કરવા જોઈએ...
 
રાત્રે ઝાડુ ન લગાવો
સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સ્વચ્છતા હોય છે, તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. પરંતુ રાત્રે ઝાડુ ન લગાવવી જોઈએ અને ઘરનો કચરો ફેંકવો જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની લક્ષ્મી જતી રહે છે અને તેના કારણે તે ઘરમાં સુખ-સમૃદ્ધિનો અભાવ રહે છે.
 
દહીં ન ખાશો
દેવી લક્ષ્મીને સફેદ ખાદ્ય સામગ્રીનો ભોગ લગાવવો  શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાત્રે દૂધ સિવાય કોઈપણ સફેદ વસ્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં રાત્રે દહીંનું સેવન પણ કરવું પણ યોગ્ય નથી 
 
કેટલીક વસ્તુઓ રાત્રે ન આપવી 
સૂર્યાસ્ત પછી  કેટલીક વસ્તુઓ, દૂધ, મીઠું અને હળદર વગેરેનું દાન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં સાંજે આવી વસ્તુઓનું દાન ન કરશો 
 
આ વસ્તુઓનો ઉપયોગ ન કરશો  
શાસ્ત્રો અનુસાર દેવઉઠી એકાદશી પર દેવી-દેવતાઓને જાગૃત કરવા માટે ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રીમાં મૂળાનો પણ સમાવેશ થાય છે. તેથી   રાત્રે મૂળાનું સેવન શાસ્ત્રો અનુસાર નિષેધ માનવામાં આવે છે. સાથે જ રાત્રે સત્તુ અને ભાત ન ખાવા જોઈએ. તેનાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.