બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2025
Written By
Last Updated : ગુરુવાર, 28 નવેમ્બર 2024 (15:46 IST)

Mesh Rashi Varshik rashifal 2025 in Gujarati - મેષ રાશિફળ 2025: કેવુ રહેશે નવુ વર્ષ, જાણો ભવિષ્યફળ અને અચૂક ઉપાય

mesh varshik rashifal
Mesh Rashi Varshik rashifal 2025 in Gujarati 

Aries zodiac sign Mesh Rashi bhavishyafal 2025 : જો તમારો જન્મ 21 માર્ચથી 19 એપ્રિલ વચ્ચે થયોછે તો સૂર્ય રાશિના મુજબ તમારી રાશિ મેષ છે  ચંદ્ર કુંડળી અનુસાર જો તમારા નામના અક્ષર અ, આ, ચૂ, ચે, ચો, લા, લી, લૂ, લે, લો છે તો તમારી રાશિ મેષ છે. બંને મુજબ વર્ષ 2025માં તમારુ કરિયર, વ્યવસાય, લવ લાઈફ, શિક્ષણ, પરિવાર અને સ્વાસ્થ્ય કેવું રહેશે તે વિગતવાર જાણીશુ. 29 માર્ચ પછી તમારી ઉપર શનિદેવની સાડાસાતી શરૂ થવા જઈ રહી છે.  ત્યારબાદ  ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. વર્ષના મધ્ય સુધી સમય સારો છે, ત્યારપછી ઉતાર-ચઢાવ જોવા મળશે. તમને અભ્યાસમાં સારી સફળતા મળશે. વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે. લવ લાઈફ એવરેજ રહેશે. જીવનસાથી સાથે સુમેળ જાળવો. શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. શુભ દિવસ મંગળવાર છે અને રંગ નારંગી છે. આ સાથે ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ શનિદેવથી તમારી રક્ષા કરશે.  ચાલો જાણીએ વાર્ષિક રાશિફળ વિશે વિગતવાર
 
વર્ષ 2025 મેષ રાશિવાળાનુ કરિયર અને બિઝનેસ  Aries job and business Prediction for 2025:
29 માર્ચ, 2025 સુધી નોકરીની સ્થિતિ સારી રહેશે. શનિની સાડાસાતીને કારણે તમારે સાવધાન રહેવું પડશે. જો તમે છાયાદાન કરશો અને હનુમાન ચાલીસા વાંચશો તો નોકરીમાં તમારુ નસીબ ચમકશે. ટૂંકમા તમે તમારી નોકરીમાં સફળ થશો કારણ કે તમારી રાશિ મંગળ છે. બિઝનેસની વાત કરીએ તો વર્ષ 2025માં ગુરુ, શનિ, રાહુ અને કેતુની ચાલને કારણે આ વર્ષ વેપારમાં મિશ્ર પરિણામ મળશે. તમારે વધુ મહેનત કરવી પડશે અને લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. કારણ કે શનિની સાડે સતીનો પ્રથમ ચરણ આર્થિક સ્થિતિને પ્રભાવિત કરે છે. જો કે, તમારી મંગળ રાશિના કારણે તમે દરેક બાબતને પાર કરી શકશો. ટુંકમા તમારુ કરિયર અને બિઝનેસ સારો રહેશે.  
 
વર્ષ 2025 મેષ રાશિનો અભ્યાસ  | Aries Education Prediction 2025:
શનિ અને રાહુના કારણે તમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં, પરંતુ ગુરુને  કારણે તમને તમારા શિક્ષણમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. સારું રહેશે કે તમે 14મી મે 2025 સુધી તમારા અભ્યાસ અને કરિયર સંબંધિત કામમાં બેદરકાર ન રહો. જો કે, 14 મે સુધી ગુરુની સાનુકૂળ સ્થિતિને કારણે આ સમયગાળા દરમિયાન અભ્યાસનું સ્તર સારું રહેશે. અભ્યાસ માટે બહાર પણ જઈ શકાય છે. જો તમે સખત મહેનતની સાથે ગુરુવારના ઉપાયોનું પાલન કરશો તો જ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકશો. તમારે ઉત્તર અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેસીને અભ્યાસ કરવો જોઈએ. તેનાથી સફળતાની તકો વધી જશે.
 
વર્ષ 2025 મેષ રાશિના જાતકોનુ લગ્ન અને પારિવારિક જીવન | Aries Marriage Life and Family Prediction for 2025:
 
જો તમે અપરિણીત છો તો આ વખતે તમારા લગ્ન ફાઇનલ થવાની પૂરી શક્યતા છે. આ માટે ગાયને ગોળ ખવડાવો અને છોકરો હોય તો શુક્રનો ઉપાય કરો અને જો છોકરી હોય તો ગુરુનો ઉપાય કરો. વર્ષની શરૂઆત વૈવાહિક જીવન માટે ખૂબ જ સારા પરિણામ આપશે, પરંતુ વર્ષના મધ્યમાં કેટલાક પારિવારિક કારણોસર મતભેદ થઈ શકે છે.
 
વર્ષ 2025 મેષ રાશિના જાતકોની લવ લાઈફ   Aries love life Prediction for 2025:
પ્રેમ કરનારાઓ માટે 18મી મે 2025 સુધી સમય સારો રહેશે. આ પછી, ગેરસમજને કારણે મતભેદ થવાની સંભાવના છે. તેથી, એકબીજાને વફાદાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. એકબીજાને સમજવા માટે સાંભળવાની ટેવ કેળવશો તો સારું રહેશે. છોકરાઓ માટે લવ લાઈફ થોડી કઠિન રહી શકે છે કારણ કે વર્ષના મધ્યમાં ગ્રહોના ફેરફારોને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન છોકરીઓ તેમના જીવનસાથી વિશે નિરાશ થઈ શકે છે. ગુરુવાર કે એકાદશીના ઉપવાસ કરીને મનને શાંત રાખશો તો બધુ સારું રહેશે
 
વર્ષ 2025 મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ  | Aries financial  Prediction for 2025:
તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે કારણ કે ગુરુ વર્ષના મધ્ય સુધી એટલે કે મે મહિના સુધી તમારી કુંડળીના બીજા ભાવમાં રહેશે. આ સમયગાળા દરમિયાન જો આપણે રોકાણની વાત કરીએ તો જમીન, મકાન અને વાહનમાંથી કોઈ પણ એક સુખ મેળવી શકાય છે. શેરબજારને બદલે તમારે સોના-ચાંદીમાં રોકાણ કરવું જોઈએ. શેરબજારમાં રોકાણની દૃષ્ટિએ આ વર્ષ સરેરાશ રહેશે.
 
વર્ષ 2025 મેષ રાશિના જાતકોનુ આરોગ્ય | Aries Health Prediction for 2025:
સ્વાસ્થ્યની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે વર્ષ 2025 સરેરાશ રહેવાનું છે. શનિની સારી ચાલને કારણે માર્ચ સુધી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આ પછી સાડે સતીની અસર તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ સાથે, સાંધા અને હાડકાં સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. રાહુ અને શનિની ચાલ પણ બિનજરૂરી તણાવનું કારણ બની શકે છે. જીવનમાં મહેનત અને ધમાલ વધશે. જો તમે તમારા આહાર પર ધ્યાન આપીને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તો સારું રહેશે. યોગ અને ધ્યાનની મદદ લો.
 
મેષ રાશિ માટે વર્ષ 2025 સારુ રહે એ માટે કરો આ ઉપાય | Aries 2025 Remedies upay for 2025 in Gujarati:-
1. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો.
 
2. ગુરુવારે વ્રત કરો અને દર ગુરુવારે મંદિરમાં બેસન ના લાડુ ચઢાવો.
 
3. બુધવારે કુલદેવી ની પૂજા કરો અને દર ત્રીજા મહિને કન્યાઓને ભોજન કરાવો.
 
4. શનિની અશુભ પ્રવૃત્તિઓથી બચો એટલે કે વ્યાજ ચૂકવવું, જુગાર રમવો, દારૂ પીવો અને પારકી  સ્ત્રી પર નજર રાખવી.
 
5. તમારો લકી નંબર 9 છે, લકી રત્ન મૂંગા, લકી કલર ઓરેન્જ, લકી વાર મંગળવાર અને લકી મંત્ર ઓમ હન હનુમતે નમઃ અથવા ઓમ મંગલાય નમઃ છે."
 
 
તો મિત્રો આ હતુ વર્ષ 2025નુ મેષ રાશિનુ રાશિ ભવિષ્ય.. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી