સંબંધિત સમાચાર
- Monthly Horoscope 2026: આ રાશિઓને મળશે ગ્રહ-નક્ષત્રનો સાથ, જાણો તમારે માટે કેવો રહેશે મે મહિનો ?
- March Rashifal 2026: માર્ચ ના મહિનામાં આ ત્રણ રાશિઓની ચમકશે કિસ્મત અને આ રાશિઓની વધી શકે છે મુશ્કેલીઓ
- Monthly Horoschope February 2026 - ફેબ્રુઆરી 2026 માં આ 3 રાશિઓ પર વરસશે સૌભાગ્ય
- Meen Rashi Varshik rashifal 2026 : મીન વાર્ષિક રાશિફળ 2026
- Kumbh Rashi bhavishyafal 2026 - કુંભ રાશિ વાર્ષિક રાશિફળ 2026
Monthly Horoscope June 2026: જૂનમાં આ રાશિઓને થશે લાભ, વધશે બેંક બેલેંસ, મળશે નોકરી જાણો શુ કહે છે તમારુ માસિક રાશિફળ
June masik rashifal
Monthly Horoscope June 2026: જૂનમાં આ રાશિઓને થશે લાભ, વધશે બેંક બેલેંસ, મળશે નોકરી.. જાણો 12 રાશિઓ માટે કેવુ રહેશે માસિક રાશિફળ અને શુ કરવા ઉપાય
મેષ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ જૂનમાં મેષ રાશિના જાતકોની ભાગદોડ વધી શકે છે. કામકાજમા દબાણ અને સમાન્ય તકરાર થવાની શક્યતા છે. સતર્કતાથી કરવામાં આવેલા પ્રયાસ મહિનાના અંત સુધી સફળતા અને આર્થિક મજબૂતી અપાવશે.
ઉપાય: દર મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાનજીને બુંદીનો પ્રસાદ ચડાવો.
વૃષભ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ જૂન મહિનામા વૃષભ રાશિ માટે ખુશખબરી લઈને આવશે. રોકાયેલ કામ પૂરા થશે. ધન લાભના યોગ બનશે. કરિયરમાં સફળતા મળશે અને નોકરીની તલાશ પણ પૂરી થઈ શકે છે.
ઉપાય: શુક્રવારના દિવસે નાની કન્યાઓને ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવો અને લક્ષ્મીજીની આરતી કરો.
મિથુન - જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિથુન રાશિના જાતકો માટે આ સમય પડકારોથી ભરેલુ રહી શકે છે. પરિવાર, કરિયર અને ધન મામલામાં સતર્ક રહે. બિનજરૂરી ખર્ચ અને વિવાદ તનાવ વધી શકે છે.
ઉપાય: દર બુધવારે ગણેશજીને દૂર્વા (ધરો) અર્પણ કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો.
કર્ક - આ રાશિના જાતકો માટે જૂન મહિનો ખુશીઓ લઈને આવશે. પરિવારની સાથે મળશે અને કરિયરમાં ઉન્નતિ થશે. ધન લાભના યોગ બનશે અને કામકાજમાં તમારી મહેનત રંગ લાવશે.
ઉપાય: સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અને જળ ચડાવો તથા 'ૐ નમઃ શિવાય' મંત્રની માળા કરો.
સિંહ - જૂન મહિનામાં, સિંહ રાશિના જાતકોને સખત મહેનત પછી સફળતા મળવાની શક્યતા છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લો.
ઉપાય: રોજ સવારે તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
કન્યા - જ્યોતિષ શાસ્ત્રના મુજબ જૂનનો મહિનો કન્યા રાશિના જાતકો માટે નવી આશાઓ અને ઉન્નતિ લઈને આવી શકે છે. રોકાયેલા કામ પૂરા થશે. ધન લાભના યોગ બનશે. માન-સમ્માન વધશે અને કોઈ ખાસ મુલાકાત ભવિષ્ય બદલી શકે છે.
ઉપાય: પક્ષીઓને ચણ (અનાજ) નાખો અને બુધવારે કોઈ ગરીબ વ્યક્તિને લીલા રંગના વસ્ત્રો અથવા મગનું દાન કરો.
તુલા - જૂનમાં આ રાશિના જાતકોએ શાંત અને સમજદારીથી નિર્ણય લેવા થશે. ક્રોધથી બચો. આરોગ્યનુ ધ્યાન રાખો. સંબંધોમાં સંયમ રાખો અને હાલ મોટા રોકાણ કરવાથી બચો.
ઉપાય: શુક્રવારે કુળદેવીની પૂજા કરો અને કપૂર પ્રગટાવીને આખા ઘરમાં તેની ધૂપ આપો.
વૃશ્ચિક - જૂનમાં વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં પ્રોગ્રેસ અને ખુશીઓ લાવશે. રોકાયેલા કામ પૂરા થશે. વેપાર વધશે અને કોઈની સાથે ખાસ મુલાકાત થવાની શક્યતા છે. રોકાણ કરવાથી બચો.
ઉપાય: મંગળવારે સુંદરકાંડના પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોને લાલ મસૂરની દાળનું દાન કરો.
ધનુ - આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે જૂન મહિનો મિશ્ર રહી શકે છે. તમારા કામમાં અવરોધો વધી શકે છે. અતિશય ખર્ચ તમારી ચિંતાઓમાં વધારો કરશે. સંબંધોમાં સંઘર્ષ ટાળો અને સમજદારીપૂર્વક નિર્ણયો લો.
ઉપાય: દર ગુરુવારે કપાળ પર કેસર અથવા હળદરનું તિલક કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
મકર - જૂન મહિના મકર રાશિના જાતકો માટે સારા સમાચાર લાવી શકે છે. તમારી મહેનત રંગ લાવશે, અને તમે તમારા કરિયરમાં આગળ વધશો. વ્યવસાયમાં પ્રગતિ થશે, અને નાણાકીય લાભ થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે, અને સંબંધો મધુર બનશે.
ઉપાય: દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને શનિ ચાલીસા વાંચો.
કુંભ - કુંભ રાશિના જાતકો માટે જૂન મિશ્ર પરિણામો લાવી શકે છે. કામ પર સાવધાની રાખવી જરૂરી રહેશે. તમારે સંબંધોમાં સમજદારી રાખવાની જરૂર પડશે. તમારી નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે, અને વ્યવસાય સામાન્ય ગતિએ આગળ વધશે.
ઉપાય: શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સિંદૂર અર્પણ કરો અને કાળા તલનું દાન કરો.
મીન - આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ સમય પ્રગતિ અને નફો લાવી શકે છે. નાણાકીય લાભ થવાની સંભાવના છે. વ્યવસાયિક સફળતા પ્રાપ્ત થશે. કૌટુંબિક સુખ આવશે, અને કેટલાક સારા સમાચાર આનંદ લાવી શકે છે.
ઉપાય: ગુરુવારે ધાર્મિક પુસ્તકો અથવા પીળી વસ્તુઓ (જેમ કે ચણાની દાળ કે કેળા) નું દાન કરો અને વડીલોના આશીર્વાદ લો.