સોમવાર, 16 ફેબ્રુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2026
Written By

Monthly Horoschope February 2026 - ફેબ્રુઆરી 2026 માં આ 3 રાશિઓ પર વરસશે સૌભાગ્ય

February Masik Rashifal 2026
February Masik Rashifal 2026
Monthly Horoscope February 2026: ફેબ્રુઆરી 2026 નું માસિક રાશિફળ ગ્રહોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ મહિને, કુંભ રાશિમાં બુધ, શુક્ર, સૂર્ય અને મંગળનો સંગમ ત્રિગ્રહી, લક્ષ્મી નારાયણ, બુધાદિત્ય અને ચતુર્ગ્રહી યોગનું નિર્માણ કરી રહ્યો છે, જેની અસરો વ્યક્તિના કરિયર, સંપત્તિ, સંબંધો અને સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે દેખાશે. મહિના દરમિયાન, ઘણા ગ્રહોના નક્ષત્રોમાં ફેરફાર અને વક્રી સ્થિતિ કેટલીક રાશિઓ માટે મહત્વપૂર્ણ તકો લાવશે, જ્યારે અન્ય લોકોએ સાવધાની રાખવાની જરૂર પડશે.  ચાલો જાણીએ ફેબ્રુઆરીનુ માસિક રાશિફળ વિસ્તારપૂર્વક.  
 

મેષ માસિક રાશિફળ - 

- મેષ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ ખાસ રહેવાનો છે 
- આ રાશિના જાતકોની આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. ફ્રીલાંસર બિઝનેસ વગેરેના માઘ્યમથી ખૂબ પૈસા કમાવી શકો છો. નોકરિયાત જાતક પોતાના કામને કારણે સીનિયર્સની નજરમાં આવશે. આવામા તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. 
- ફેબ્રુઆરીમાં બેકાર ખર્ચનો યોગ બની રહ્યો છે. તેથી બિનજરૂરી ખર્ચથી બચો અને રોકાણ પર ધ્યાન આપો. 
- સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ફેબ્રુઆરી મહિનામાં આ રાશિના જાતક પેટ, પાચન, આંખ અને હાડકાનુ ધ્યાન રાખે. ઓવર ઈંટિંગ અને અનિયમિતતાથી બચો 
- વિદ્યાર્થીઓ માટે આ મહિનો સકારાત્મક રહેવનો છે. પરીક્ષામાં સારા પરિણામ મળશે. 
 
ઉપાય - મંગળવારે દેવી દુર્ગાકે પછી માતા કાલીના મંદિરમાં જઈને લાલ ફૂલ અને દાડમ ચઢાવો. રવિવારે સૂર્યને જળ અર્પિત કરો.  
 

વૃષભ માસિક રાશિફળ

 
- વૃષભ રાશિના જાતક માટે ફેબ્રુઆરી મહિનો મળતાવડો રહેવાનો છે. નોકરીની વાત કરીએ તો ટ્રાંસફર થઈ શકે છે. 
- વેપારીઓને મીટિંગ અને નેટવર્કિંગથી લાભ મળશે 
- આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મહિનાની શરૂઆતમાં સામાન્ય રહેશે. પણ મઘ્યથી ખૂબ વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. આ ઉપરાંત રોકાણમાં ઉતાવળથી બચો. 
- સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ફેબ્રુઆરી મહિનામાં ઉર્જા થોડી ઓછી રહેશે. કમરનો દુખાવો અને સ્કિન સંબંધી સમસ્યાઓથી સાવધાન રહો. 
- પ્રેમ સંબંધ સામાન્ય રહેશે. નાની ગેરસમજ થઈ શકે છે. તેથી ઘૈર્ય અને સંયમથી પોતાની વાત કહો.  
 
ઉપાય - શુક્રવારે માતા લક્ષ્મીનુ ધ્યાન કરો. આ ઉપરાંત શ્રીસૂક્તનો પાઠ કરવો લાભકારી રહેશે. ગરીબોને ભોજન કરાવો.  
 

મિથુન માસિક રાશિફળ 
 

- ફેબ્રુઆરી મહિનામાં આ રાશિના જાતક કરિયરના ક્ષેત્રમાં થોડા સતર્ક રહેશે. કામકાજમાં થોડો ઉતાર ચઢાવ આવી શકે છે. નોકરી બદલવાનો વિચાર હાલ ટાળો. જ્યા પર છો ત્યા જ  રહો.  
- વેપાર ક્ષેત્રની વાત કરીએ તો યાત્રા દ્વારા પુષ્કળ નફો કમાવી શકો છો. 
- આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં સારો એવો પૈસો ખર્ચ થશે. આવામાં આવકમાં પણ ફરક જોવા મળી શકે છે. 
- સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટ, સાંઘા અને ત્વચા સંબંધી મુશ્કેલી આવી શકે છે. 
- આ અઠવાડિયે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. 
 
ઉપાય - બુધવારે 11 વાર ૐ બં બુદ્ધાય નમ: મંત્રનો જાપ કરો અને ગાયને લીલો ચારો ખવડાવો.  
 

કર્ક માસિક રાશિફળ

- આ રાશિના જાતકોની નોકરીમાં અનેક જવાબદારીઓ વધી શકે છે. પણ તમારી મહેનતનુ ફળ જરૂર મળશે. તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. 
- વેપારમાં ઉતાર ચઢાવ રહેવના છે. પણ આવનારા સમયમાં તમને સારો એવો નફો મળી શકે છે. વિદેશી વેપારમાં પણ લાભ મળી શકે છે. 
- આર્થિક સ્થિતિની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ખર્ચ આવકથી વધુ રહેશે. 
-  સ્વાસ્થ્યને લઈને થોડા સતર્ક રહો. બદલતી ઋતુને કારણે પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માનસિક તનાવને કાબુમાં રાખો 
 
ઉપાય - હનુમાનજી અને શિવજીની પૂજા કરો. તેનાથી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત મહાશિવરાત્રીએ રૂદ્રાક્ષ ધારણ કરવો શુભ રહેશે. 
 

સિંહ માસિક રાશિફળ


- આ મહિનો સિંહ રાશિના જાતકોના કરિયરમાં પડકાર અને અવસર સાથે મળવના છે. કાર્યસ્થળમાં પ્રતિસ્પર્ધા વધશે. વિરોધી સક્રિય રહી શકે છે. તેથી થોડા સાચવીને રહેવાની જરૂર છે.  
- વેપાર ક્ષેત્રની વાત કરીએ તો તમારા દ્વારા બનાવેલ અનેક રણનીતિઓ અને પ્રયાસોના માઘ્યમથી સારુ પરિણામ મળી શકે છે. તેનાથી તમને લાંબા સમય સુધી નફો મળી શકે છે.  
-આર્થિક સ્થિતિની વાત કરીએ તો સિંહ રાશિ માં શરૂઆતમાં ખર્ચ વધશે. પણ પછી સ્થિરતા કાયમ રહેશે. 
- સ્વાસ્થ્યને લઈને આ મહિને થોડા સતર્ક રહો. કારણ કે ઉર્જામાં ઝડપથી ઘટાડો થશે.  આ ઉપરાંત સ્ટ્રેસ, એસીડિટી, ઉંઘની સમસ્યા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
- લવ લાઈફમાં મજબૂતી થઈ શકે છે. વિવાહિત લોકોએ સંયમ અને શબ્દો પર ધ્યાન રાખવુ 
- માતા પિતાના આરોગ્ય પર ધ્યાન આપો 
ઉપાય - મહાશિવરાત્રિ પર ભાગ્યશાળી રૂદ્રાક્ષ ધારણ કરો. અને સાથે જ સૂર્યને અર્ધ્ય આપો 
 

કન્યા માસિક રાશિફળ

- ફેબ્રુઆરી મહિનામાં કન્યા રાશિના જાતકોને તેમની મહેનતનુ ફળ મળશે. 
 
- ફેબ્રુઆરી મહિનામાં કન્યા રશિના જાતકોને તેમની મહેનતનુ ફળ મળશે અનુશાસન ફોકસ અને પ્રાથમિકતાઓ સીખવાનો સમય આવી ગયો છે. તેનાથી તમારા કરિયરમાં ઉછાળ આવશે. 
- વેપારમાં લોંગ ટર્મ પ્લાનિંગ સફળ થઈ શકે છે. આ ઉપરાંત પાર્ટનરશિપમાં કરવામાં આવેલ બિઝનેસનો લાભ મળી શકે છે. 
- આર્થિક સ્થિતિ ફેબ્રુઆરી મહિનામાં સારી રહેવાની છે. સારી કમાણી થશે. પણ રોકાણ સમજી વિચારીને કરો 
- પેટ પાચન અને ગટ હેલ્થની  સમસ્યા થઈ શકે છે. તેથી કસરત સાથે ખાવા પીવાનુ ખાસ ધ્યાન રાખો 
- પ્રેમમા ભ્રમની સ્થિતિ ઉભી થઈ શકે છે તેથી દરેક વાત ક્લિયર રાખો. સાચા રસ્તા ઉંડા રહેશે. 
- પરિવારનો સપોર્ટ મળશે 
 
ઉપાય - સોમવારે શિવજીને દૂધ ચઢાવો અને શિવ સ્તુતિ કરો 
 

તુલા માસિક રાશિફળ 

 
- તુલા રાશિના પંચમ ભાવમાં પંચગ્રહી યોગનુ નિર્માણ થઈ રહ્યુ છે 
- આ મહિને આ રાશિના જાતકોનુ રોકાયેલુ ધન પરત મળશે. આ પ્રોપર્ટી પઝેશન માર્કેટ પેમેંટથી આવી શકે છે. 
- કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો વર્કિંગ એનવાયરનમેંટમાં નવા મોટિવેશન મળશે. જેનાથી તમને સફળતા મળી શકે છે. 
- વેપારના ક્ષેત્રમાં સહયોગી ઝડપથી કામ કરશો. સક્રિય રહેવાનુ પ્રેશર વધશે. કામમાં સિસ્ટમ અને સ્ટ્રક્ચર વિકસિત થશે. 
- નવા કામની શરૂઆત અને સફળતા મેળવવાની માટે આ મહિનો સારો છે. 
- શનિને કારણે થોડી ધીમી આવક થઈ શકે છે. પણ રોકાણમાં સાવધાની રાખો ખોટી સલાહથી બચો 
- મહિનાના અંતમા પંચ ગ્રહી યોગને કારણે ચિડ અને જલ્દી રિકેશન આવી શકે છે 
 
ઉપાય - અમાસના દિવસે અનાજનુ દાન કરો 
 

વૃશ્ચિક માસિક રાશિફળ 
 

- મંગળ પોતાની ઉચ્ચ રશિમાં અને શનિ મીન રાશિમાં રહેશે.  
- તમારી ગોચર કુંડળીનો ત્રીજો ભાવ મજબૂત થશે. જેનાથી નિર્ણય ક્ષમતા લેવામાં મજબૂતી આવશે. 
- નાની યાત્રાઓ લાભદાયી સાબિત થઈ શકે છે 
- કરિયરના ક્ષેત્રમાં ખૂબ લાભ મળી શકે છે. કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. 
- નવુ કામ આત્મવિશ્વાસથી સાચવશો 
- લીડરશિપ અને પબ્લિક સ્પીકિંગ મજબૂત થશે 
- રોકાયેલુ ધન ધીરે ધીરે આવશે પણ રોકાણમા સાવધાની રાખો 
 
ઉપાય - દર શનિવારે શનિ મંદિરમાં છાયા દાન કરો 
 
 

 ધનુ માસિક રાશિફળ 
 

- ફેબ્રુઆરીમાં ધનુ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. સંપત્તિ મળવાના યોગ છે. કમાણીના સ્ત્રોત ખુલશે 
- સાહસ અને આત્મવિશ્વાસ વધશે 
- ચોથા ભાવમાં શનિ વિરાજમાન રહેશે. કામમાં પ્રગતિ થોડી ધીમી થઈ શકે છે. પણ સમય સાથે લાભ મળશે 
- સાતમા ભાવમા ગુરૂ હોવાથી પાર્ટનરશિપમાં કરવામાં આવેલ બિઝનેસમાં લાભ મળી શકે છે. 
- કેરિયરની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનો ધનુ રાશિ માટે સારો નથી. આ રાશિના જાતકોને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. 
- સેલેરી કે બિઝનેસમાં ધન લાભનો યોગ 
- જીવનસાથી સાથે સમય ન વીતાવવાને કારણે વિવાદ.. દોસ્તો સાથે સારા સબંધ 
ઉપાય - આદિત્ય હ્ર્દયસ્ત્રોતનો પાઠ કરવો લાભકારી રહેશે 
 

મકર માસિક રાશિફળ 
 

કરિયર અને પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો મહિનાની શરૂઆતથી અનસ્ટોપેબલ એનર્જી રહેશે. 
ફેબ્રુઆરીમાં ઈંટરવ્યુ પ્રેજેટેશન પિચ અને બિઝનેસ ના પડકારોમાં સફળતા મળશે. 
- બૃહસ્પતિ વક્રી હોવાથી સેલ્ફ ડાઉટ કે પડકારો આવી શકે છે 
- નેટવર્કિગ અને પ્રિયજનો નો સાથ મળશે. સિંગલ લોકોને જીવનસાથી મળવાના યોગ 
- સામાન્ય આંખોની સમસ્યા શરદી ખાંસી તાવ રહી શકે 
 
ઉપાય - શનિવારે અનાજનુ દાન કરો 
 

કુંભ માસિક રાશિફળ 
 

-કુંભ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ ખાસ રહી શકે છે. રાહુ ઉપરાંત મંગળ બુધ સૂર્ય અને શુક્ર પણ વિરાજમાન રહેશે. આ ઉપરાંત બૃહસ્પતિ પંચમ ભાવમાં અને શનિ ધન સ્થાનમા વિરાજીત રહેશે. 
- કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો અનેક નવી તક મળી શકે છે. જૂના પેટર્ન તોડવાની તક મળી શકે છે. ટેકનોલોજી અને નેટવર્કિંગથી લાભ મળી શકે છે. 
- રોકાયેલુ ધન મળવાના યોગ છે. આવામાં આર્થિક સ્થિતિ સારી રહેશે. 
-રિલેશનશિપની વાત કરીએ તો થોડો ખાટો મીઠો મહિનો રહેશે. 
- આરોગ્યનુ ધ્યાન રાખવાની જ રૂર 

ઉપાય - દર સોમવારે ગાયના ઘી થી શિવલિંગનો અભિષેક કરો. આ સાથે ૐ નમ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો 
 

મીન માસિક રાશિફળ 


-  કરિયર અને પ્રોફેશનલ લાઈફની વાત કરી તો સિસ્ટમ અને અનુશાસનની સાથે કામ કરવુ લાભકારી હોઈ શકે છે. 
- વેપારમાં કિસ્મતનો લાભ મળવાની સાથે નવી તક મળશે 
- પૈસાની પ્રાપ્તિ સાથે રોકાયેલુ ધન પણ પરત મળશે 
- નેટ વર્કિંગમાં મોટા લોકોનો સહયોગ મળશે 
- સિંગલ લોકોને નવો પ્રેમ મળશે. કુંવારાના લગ્ન થવાના યોગ 
- આરોગ્ય ની દ્રષ્ટિ એ ઓવરથિકિંગને કારણે ચિડચિડાપણુ કે માથાનો દુખાવો થઈ શકે 
ઉપાય - દર ગુરૂવારે વિષ્ણુજીની સ્તુતિ કરો અને અગિયારસનુ વ્રત કરો