એક દિવસ રીનાએ મમ્મીને કહ્યુ - મારુ પેટ દુ:ખે છે, માઁ એ તેને સમજાવ્યુ કે - તુ ભૂખી છે, તારા પેટમાં કશું નથી તેથી તને દુ:ખી રહ્યુ છે. થોડાક દિવસો પછી રીનાના કાકા મદ્રાસથી આવ્યા, એક દિવસ તેમણે કહ્યુ કે - મારુ માથુ દુ:ખે છે. રીના પાસે જ ઉભી હતી તે બોલી - કાકા, મને ખબર છે કે તમને માથુ કેમ દુ:ખી રહ્યુ છે, તમારુ મગજ ખાલી છે, તેમા કશુ જ નથી તેથી તમને માથુ દુ:ખે છે.