ગર્વ છે અમને ગર્વ છે

N.D
હુમલો કર્યો આતંકીઓએ
ભારતમાં તબાહી કરવા
પણ તેમને શુ ખબર કે
માતૃભૂમિની રક્ષા કરવા
માતાના સંતાનો પાસે બળ છે
ગર્વ છે અમને ગર્વ છે

શસ્ત્રો, ગોળીઓ અને બોમ્બનો
સામનો કરવા ગયા
ન કોઈ ડર, ન કોઈ ફિકર
એ તો છાતી તાણીને ગયા
દેશને માટે જુઓ બાળકો
તેમને કેટલો પ્રેમ છે
ગર્વ છે અમને ગર્વ છે

N.D
દુશ્મનોને પાઠ ભણાવી
તેમનો સંપૂર્ણ વિનાશ નોતરી
થયા કામટે,
થયા કરકરે,
આ વીરો પર ફીદા ભારત છે
કલ્યાણી દેશમુખ|
ગર્વ છે અમને ગર્વ છે.


આ પણ વાંચો :