ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં ભારે અકસ્માત સર્જાયો છે. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા છે અને અત્યાર સુધી 9 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. છે, જ્યારે 3 લોકોનું રેસ્કયુ કરાયું છે. આ પુલ વડોદરા અને આણંદને જોડે છે અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય માર્ગ છે. વર્ષ 1985માં નિર્માણ પામેલો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોના સતત પરિવહનને કારણે જર્જરિત સ્થિતિમાં હતો.
પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.
સોમવારની સવારે અચાનક બ્રિજનો મધ્યભાગ તૂટી પડતાં તે પર ચાલતા બે ટ્રક, એક પિકઅપ વાન સહિત કુલ 4 વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબક્યા છે. ઘટનાના તરત પછી આસપાસના લોકો ટોળાં તરીકે સ્થળ પર દોડી ગયા અને તાત્કાલિક પોલીસ અને બચાવ ટીમને જાણ કરવામાં આવી છે.
બ્રિજ દુર્ઘટનમાં મૃત્યુ પામેલાઓની યાદી
1. વૈદિકા રમેશભાઈ પઢીયાર, - ગામ-દરિયાપુરા
2. નૈતિક રમેશભાઈ પઢીયાર- ગામ-દરિયાપુરા
3. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર,- ગામ-મજાતણ
4. રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
5. વખતસિંહ મનુસિંહ જાદવ, ગામ-કાન્હવા
6. પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ગામ-ઉંડેલ
7. કાનજીભાઈ મેલાભાઈ માછી, ગામ ગંભીરા, આંકલાવ
8. જશુભાઈ શંકરભાઈ હરીજન, ગામ આંકલાવ
9. સુખાભાઈ ભગવાનભાઈ વાગડીયા, ગામ સરસવા પંચમહાલ
10. રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ગામ દેવાપુરા, આંકલાવ
ઘાયલોના નામ
1. સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ.45, ગામ-દરિયાપુરા
2. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. 45, ગામ-દહેવાણ
3. ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. 40, ગામ-રાજસ્થાન
4. દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. 35, ગામ-નાની શેરડી
5. રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. 30, ગામ-દ્વારકા
6. રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. 45, ગામ-દેવાપુરા
ભાજપા અધ્યક્ષ સીએમ પાટીલે ગંભીરા બ્રિજ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યુ કે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકો જલ્દી સાજા થાય અને જીવ ગુમાવનારા નાગરિકોનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના ! મારી સંવેદનાઓ સૌ સ્વજનો સાથે છે !
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ દુર્ઘટનાને લઈને પોતાની સંવેદના પ્રકટ કરતા કહ્યુ કે આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.