આવ્યો રે વરસાદ..
છમ છમ કરતો આવ્યો વરસાદ
ઝરમર-ઝરમર વરસ્યો વરસાદ
વીજળી ચમકી વાદળ ગરજ્યા
પલળવા માટે બાળકો તરસ્યા
મમ્મી-પપ્પા ખૂબ વઢ્યા,
બાળકોના આંસુ નીકળ્યા.
કુદરતની લીલા દેખાયી
ચારેબાજુ લીલોતરી છવાઈ
ગલીઓમાં પાણી વહી નીકળ્યું
બાળકોને તો મજા પડી.
હવે આવી હોડીની ઋતુ
નાવિક અને સુકાનની ઋતુ,
હોડી ચાલી ભાઈ હોડી ચાલી,
સરરર કરતી હોડી ચાલી,
કદી ડૂબતી તો કદી અટકતી,
કદી સરકતી હોડી ચાલી.
આવો વરસાદના પાણીમાં,
નાચીએ, કૂદીએ અને મસ્તી કરીએ,
બધા બાળકો સાથે બેસી,
ઝૂમીએ,ગાઈએ ને ભણીએ-ભણાવીએ.
નીરજ જોશી - "પ્રયત્ન"
ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ
ઝરમર-ઝરમર વરસ્યો વરસાદ
વીજળી ચમકી વાદળ ગરજ્યા
પલળવા માટે બાળકો તરસ્યા
મમ્મી-પપ્પા ખૂબ વઢ્યા,
બાળકોના આંસુ નીકળ્યા.
કુદરતની લીલા દેખાયી
ચારેબાજુ લીલોતરી છવાઈ
ગલીઓમાં પાણી વહી નીકળ્યું
બાળકોને તો મજા પડી.
હવે આવી હોડીની ઋતુ
નાવિક અને સુકાનની ઋતુ,
હોડી ચાલી ભાઈ હોડી ચાલી,
સરરર કરતી હોડી ચાલી,
કદી ડૂબતી તો કદી અટકતી,
કદી સરકતી હોડી ચાલી.
આવો વરસાદના પાણીમાં,
નાચીએ, કૂદીએ અને મસ્તી કરીએ,
બધા બાળકો સાથે બેસી,
ઝૂમીએ,ગાઈએ ને ભણીએ-ભણાવીએ.
નીરજ જોશી - "પ્રયત્ન"
ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ
