જંગલમાં નવુ વર્ષ
|
વર્ષની છેલ્લી સંધ્યા આવી
શિયાળ, વાંદર, રીંછ જિરાફ
પહેરીને આવ્યા કપડાં સાફ
પહોચ્યા બધા જંગલને દરબાર
સાથે હતો સૌનો પરિવાર
કરીને સૌ વનરાજને વંદન
બોલ્યા નૂતન વર્ષાભિનંદન
નવું વર્ષ લાવ્યુ ખુશીઓ હજાર
થાય સદા તમારી જય જયકાર
પછી ઉઠીને બોલ્યો સિંહ
હવે વેર ભૂલીને સૌ કરો સ્નેહ
નવાવર્ષની નવી સવાર
લઈને આવ્યુ સપનાં અપાર
