1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

મોટરગાડી

મોટરગાડી
W.D
મોટર ગાડી મોટર ગાડી
કરતા અમે આની સવારી
દરેક ફેરો ફરતા પહેલા
ડ્રાઈવર કરે એની તૈયારી

તેને સાચવવા સમય આપતા
તપાસ કરતા એંજીનની
બધુ જોઈ કરીને
પછી મશીનરીમાં તેલ પૂરતા

જુદા જુદા પ્રકારની બધી મોટરો
આ બધી છે મિત્ર અમારી
તેની દેખરેખની
અમારી છે જવાબદારી

ભારે સામાન ભરીને
મોટર ફરતી અહી દિવસભર
ઘણુ બધુ પેટ્રોલ પીને
કદી ન હારતી આ થાકીને

આવી અમારી મોટરગાડી
જે દિવસભર સાથ આપતી
જો અમે કરીએ આની દોસ્તી
આ પણ અમારો સાથ આપતી.
About Writer
વેબ દુનિયા