શીખવાની ઉંમર
આવો બાળકો તમને શિખવાડું
આજે જ્ઞાનની વાણી,
સાચો ચતુર તે જ બનશે
જેણે દુનિયાદારી જાણી.
ખરાબ તમે કદી ના બનશો
પણ ખરાબને કદીના સહેશો
કડવી વાણી ભલે બોલે બધા
પણ તમે ના કડવાં બનશો.
મીઠુ બોલનારાથી ચેતજો
પણ શત્રુના વેણ ધ્યાનમાં રાખજો,
લડાઈ તમે કદીના કરશો,
અને લડનારાથી દૂર જ રહેજો.
ભણવાની છે આ ઉંમર તમારી
નવું શીખવાની આ ઉંમર છે ન્યારી
બનશો તમે જો મજબૂત હમણાં તો
વીતશે તમારી જીંદગી સારી.
આજે જ્ઞાનની વાણી,
સાચો ચતુર તે જ બનશે
જેણે દુનિયાદારી જાણી.
ખરાબ તમે કદી ના બનશો
પણ ખરાબને કદીના સહેશો
કડવી વાણી ભલે બોલે બધા
પણ તમે ના કડવાં બનશો.
મીઠુ બોલનારાથી ચેતજો
પણ શત્રુના વેણ ધ્યાનમાં રાખજો,
લડાઈ તમે કદીના કરશો,
અને લડનારાથી દૂર જ રહેજો.
ભણવાની છે આ ઉંમર તમારી
નવું શીખવાની આ ઉંમર છે ન્યારી
બનશો તમે જો મજબૂત હમણાં તો
વીતશે તમારી જીંદગી સારી.
