સંતાકૂકડી
એક બે ત્રણ ચાર બોલીને
દિયા પાસેથી દાવ અપાવીએ
ચાલો સંતાકૂકડી રમીએ...
કોઈની ગાડી પાછળ સંતાઈને
કોઈના પલંગ નીચે ભરાઈને
થોડી તેને પરેશાન કરીએ
ચાલો સંતાકૂકડી રમીએ...
રાહુલ તુ અવાજ ન કરતો
મીરાં તુ હસતી નહી
આપણી કોઈ ઓળખ ન આપીએ
ચાલો સંતાકૂકડી રમીએ.....
બાળપણની આ રમત નિરાળી
બાળકોને તો લાગે બહુ ન્યારી
એક દાવ પછી બીજો દાવ અપાવીએ
ચાલો સંતાકૂકડી રમીએ......
દિયા પાસેથી દાવ અપાવીએ
ચાલો સંતાકૂકડી રમીએ...
કોઈની ગાડી પાછળ સંતાઈને
કોઈના પલંગ નીચે ભરાઈને
થોડી તેને પરેશાન કરીએ
ચાલો સંતાકૂકડી રમીએ...
રાહુલ તુ અવાજ ન કરતો
મીરાં તુ હસતી નહી
આપણી કોઈ ઓળખ ન આપીએ
ચાલો સંતાકૂકડી રમીએ.....
બાળપણની આ રમત નિરાળી
બાળકોને તો લાગે બહુ ન્યારી
એક દાવ પછી બીજો દાવ અપાવીએ
ચાલો સંતાકૂકડી રમીએ......
