હોમવર્ક
N.D
એ લાકડીઓને વીણીને ઘરે લાવે છે
પછી માતાની સાથે મળીને રસોઈ બનાવે છે.
એક બાળકી પુસ્તકોનો ભાર વહીને શાળાએ જાય છે
સાંજે એ થાકીને ઘરે આવે છે
એ શાળામાંથી મળેલુ હોમવર્ક, માતા-પિતા પાસે કરાવે છે.
ભાર પુસ્તકનો હોય કે લાકડીનો બંને બાળકીઓ લાદે છે.
પરંતુ લાકડીથી ચુલો સળગશે ત્યારે પેટ ભરાશે
લાકડીનો બોજો ઉઠાવનારી છોકરી આ જાણે છે
એ લાકડીનુ મહત્વ સમજે છે
પુસ્તકની વાતો, ક્યારે, કયા સમયે કામ આવે છે
શાળાએ જતી છોકરી વગર સમજે એ રટી જાય છે
લાકડી ભેગી કરવી, બકરી ચરાવવી અને માઁની સાથે રસોઈ બનાવવી
જે સાચે જ ઘરકામ છે, છતાં હોમવર્ક નથી કહેવાતુ
પરંતુ શાળામાંથી મળેલ પાઠ્યક્રમનો અભ્યાસ
ઘરકામ ન હોવા છતા, હોમવર્ક કહેવાય છે
આવુ ક્યારે થશે,
જ્યારે પુસ્તકની વાતો સાચે જ 'હોમવર્ક' કહેવાશે
અને લાકડી એકત્ર કરનારી બાળકીઓ પણ આવા પુસ્તકો વાંચશે ?
N.D
-શ્યામ સુંદર બહાદુર
(ભાવાનુવાદ - કલ્યાણી)