મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા
Written By નઇ દુનિયા|
Last Modified: મંગળવાર, 24 ફેબ્રુઆરી 2009 (12:27 IST)

ચીલ માટે ભારાઈ આવ્યુ હ્રદય

''ક્યારેક કંઈક એવું ઘટી જાય છે જેનાથી મનને સારૂ લાગે છે. સારા માણસો દુનિયાને સારી બનાવે છે. ''

વાત 20 જાન્યુઆરીની છે. દરરોજની જેમ અમે શાળામાં ઘંટ વાગ્યા પછી શાળના પ્રાંગણમાં ગપ્પા મારી રહ્યા હતાં. ત્યાંજ અચાનક એક ઘટાદાર વૃક્ષ નીચે ભીડ એકઠી થઈ ગઈ. અને અમે બધા મિત્રો ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં જઈને જોયુ તો એક બાજ પંખી ઝાડમાં એક પતંગના દોરામાં લપેટાઈ ગયુ હતું. તે ઘણી વાર ઉડવાનો પ્રયત્ન કરતું પરંતુ તે વધારેને વધારે ફસાતું જતું હતું.

અમારા જ ક્લાસના એક વિદ્યાર્થીએ શાળાની છત પર જઈને તેને કાઢવાનો પ્રયત્ન કર્યો. પણ તે નિષ્ફળ રહ્યો.
બાદમાં શાળાના એક કર્મચારીએ ઝાડ ફટાફટ ચડવા માંડ્યુ તેની ઉત્સાહિતા જોઈને બાળકોએ તેમને ટાર્જન અને સ્પાઈડરમેન કહેવા લાગ્યા. આખરે તેમની મહેનત રંગ લાવી અને બાજને દોરામાંથી કઢાવ્યુ. જ્યારે બાજ શાળાના પ્રાંગળમાંથી ઉડીને બહાર જતું હતું ત્યારે જીવન તેને નહી અમને મળ્યુ છે એવું લાગતું. એ વિચારીને અત્યંત દુ:ખ થાય છે કે જે પતંગ કોઈને ખુશી આપે છે તો તે કોઈનો જીવ પણ લઈ શકે છે. પણ તે બાજનો જીવ બચાવનાર કર્મચારી પ્રત્યે સમ્માનથી હ્રદય ભરાઈ આવે છે. ખરેખર નાના સારા કામ કરનાર સામાન્ય માણસ પણ હીરો બની શકે છે.

:-(આ ઘટના અમને કેના હોલકરે મોકલી છે જે બાલનિકેતન સંઘ,ઈન્દોરમાં અભ્યાસ કરે છે.)