દાદીની વાર્તા

N.D
જ્યારે હુ થોડો નાનો હતો ત્યારે મારી દાદી મને આ વાર્તા સંભળાવતી હતી

એક સમયની વાત છે સાત બહેનો હતી. છ બહેનો પૂજા-પાઠ કરતી હતી, પરંતુ સાતમી બહેન નહોતી કરતી. એક વાર ગણેશજીએ વિચાર્યુ આ સાત બહેનોની પરીક્ષા કરુ છુ. તેઓ સાધુના રૂપમાં આવ્યા અને દરવાજો ખટખટાવ્યો. એક બહેને દરવાજો ખોલીને સાધુનુ સ્વાગત કર્યુ અને તેમને બેસાડીને પાણી પીવડાવ્યુ.

પહેલી બહેનને ગણેશજીએ કહ્યુ - તુ મારી માટે બનાવી દે, હું ખૂબ જ દૂરથી આવ્યો છુ. એણે તો ના પાડી દીધી. આ રીતે છ બહેનોએ ના પાડી દીધી. પરંતુ સાતમી બહેન જે પૂજા-પાઠ નહોતી કરતી તેણે હા કહી દીધુ. તેણે ચોખા વીણવાની શરૂઆત કરી અને પછી ખીર બનાવવાની શરૂઆત કરી.

વેબ દુનિયા|
કાચી પાકી ખીર તેણે ચાખી પણ લીધી અને પછી સાધુ મહારાજને ખીર આપી. સાધુએ કહ્યુ - તુ પણ થોડી ખીર ખાઈ લે. સાતમી બહેને કહ્યુ મેં તો ખીર બનાવતાં બનાવતાં જ ખાઈ લીધી. ગણેશજી પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા અને બોલ્યા હું તને સ્વર્ગમાં લઈ જઈશ. બહેને કહ્યુ કે હું એકલી નહી આવુ. મારી છ બહેનોને પણ સાથે લો તો જ હું આવીશ. ગણેશજી ખુશ થઈ ગયા અને બધાને સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગમાં બધાએ ખૂબ મસ્તી કરી, ફર્યા અને પાછા આવી ગયા. વાર્તા પુરી.


આ પણ વાંચો :