ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : મંગળવાર, 5 નવેમ્બર 2019 (13:49 IST)

ગુજરાતી બાળવાર્તા- મિઠ્ઠુરામનો અવાજ

એક પોપટ હતો. તેનું નામ હતુ મિઠ્ઠુરામ. તેનું ઘર હતુ એક પિંજરુ, તે જ તેની દુનિયા હતી. મિઠ્ઠુરામનો અવાજ ખૂબ સારો હતો પણ તે ફક્ત રાત્રે જ ગાતો હતો. એક રાત્રે જ્યારે મીઠ્ઠુરામ ગીત ગાઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી એક ચામાચિડિયુ નીકળ્યુ. ચામાચિડિયાએ જોયુ કે મીઠ્ઠુરામનો અવાજ તો બહુ જ મીઠો છે. ચામાચિડિયાએ મીઠ્ઠુરામને પૂછ્યુ ' કેમ ભાઈ, તારો અવાજ આટલો મીઠો છે, છતાં તુ રાત્રે જ કેમ ગાય છે ? 


મીઠ્ઠુરામે તેનું કારણ જણાવતા કહ્યુ કે - એક વાર જ્યારે હું જંગલમાં દિવસના સમયે ગાઈ રહ્યો હતો ત્યારે એક શિકારી ત્યાંથી નીકળ્યો. તેણે મારો અવાજ સાંભળ્યો અને તે કારણે જ મને કેદ કરી લીધો. ત્યારથી આજ સુધી હું આ પિંજરામાં કેદ છુ. આ બતાવતા મીઠ્ઠુરામ બોલ્યો કે ત્યારપછી મેં આ શીખી લીધુ છે કે દિવસમાં ગાવુ એ મુસીબતનું કારણ બની શકે છે તેથી હવે હું રાત્રે જ ગાઉં છુ. ચામાચિડિયાએ કહ્યુ કે - 'દોસ્ત આ તો તે કેદ થતાં પહેલા વિચારવું જોઈતુ હતુ.


સાચી વાત છે આપણે ઘણીવાર ભૂલો કર્યા પછી જ કશુક શીખીએ છીએ. પણ એ જરૂરી નથી કે દરેક સમયે શીખવા માટે ભૂલ જ કરવી પડે. કેટલીય વાર કોઈ કામને કરતા પહેલા જો આપણે થોડી સાવધાની રાખીએ તો ભૂલ કરવાથી બચી શકીએ છીએ અને નુકશાન પણ નથી થતુ. તેથી બાળકો હંમેશા યાદ રાખો કે બુધ્ધિમાન તે જ હોય છે જે હંમેશા સમજી વિચારીને કામ કરે છે.