બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : શનિવાર, 22 જુલાઈ 2017 (13:36 IST)

Kids World - શેખ ચલ્લીની વાતો

બાળવાર્તા - શેખ ચલ્લીની વાતો

શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.શબ્દકોશમાં  "શેખ ચિલ્લી"નો અર્થ જોવાય તો તેમાં લખવામાં આવે છે ,એક કલ્પિત મૂર્ખ જેની "જેની મૂર્ખાઈની ઘણી કથાઓ વિખ્યાત છે . 
 
ગરીબ પરિવારમાં જન્મેલા શેખચલ્લી ધીમે ધીમે યુવાન થયા.  અભણ હતો એટલે આખો દિવસ બસ ગોટી રમતો . 
 
એક દિવસ માતાએ કહ્યું  - "મિયાં કોઈ કામ ધંધો કરો ". બસ ,શેખચલ્લી નીકળી ગયો કામની શોધમાં,રસ્તામાં ખાવા માટે માતાએ સાત રોટલી બનાવી આપી હતી. 
 
શેખચલ્લી ગામથી ઘણો દૂર આવી ગયો.. તેણે એક કૂવો જોયો અને ત્યાં બેસી ગયો.. અને વિચારવા લાગ્યો કે રોટલી ખાવી જોઈએ. એક 'બે .. ત્રણ કેટલી ખાઉં કે સાતે સાત ખાઈ જાઉં ?? 
 
તે કૂવામાં  સાત પરી રહેતી હતી તેણે શેખચલ્લીની વાતો સાંભળી અને તેના ઉંચા અવાજથી તે ભયભીત થઈ ગઈ. તેઓ કૂવામાંથી  બહાર આવી  ગઈ.  
 
 
તેમણે કહ્યું કે - 'જુઓ, અમને ખાતા નહી.  અમે તને એક ઘડો આપીએ છીએ. આની પાસે તમે જે માંગશો તે આપશે . શેખચલ્લી માની ગયો અને રોટલી અને ઘડો લઈને પાછો ઘરે આવી ગયો અને માતાને સમગ્ર બાબત જણાવી. 
 
માતાએ ઘડા પાસેથી ઘણો પૈસા અને ધન માંગ્યુ. ઘડાએ બધુ જ આપ્યુ અને તેઓ માલામાલ થઈ ગયા. ત્યાર પછી તે બજારમાંથી પતાશા લાવી અને ઘરના છાપરા પરથી ફેંકવા લાગી શેખ ચિલ્લી પતાશા લૂંટવા લાગ્યા. 
 
શેખચલ્લીએ ઘણા પતાશા લૂંટયા અને ખાધા. લોકોએ આશ્ચર્ય થયું હતું કે તેની પાસે આટલું ધન ક્યાંથી આવ્યુ. 
 

 
શેખચલ્લીએ કહ્યું -  "અમારી પાસે એક ઘડો છે જેની પાસે જે માંગો તે આપે છે.  
માતાએ  કહ્યું - ના એવું નથી આ તો ગાંડો છે અમારી પાસે એવો કોઈ પાત્ર નથી  
શેખચલ્લીએ કહ્યું - કેમ મેં તને ઘડો આપ્યો હતો ને ?  તે દિવસ છાપરા પરથી પતાશા પણ પડયા હતા ને ? 
 
માતાએ લોકોને હંસીને કહ્યુ - સાંભળ્યુ તમે.. ક્યારેય  ઉડાવી કહ્યું સાંભળ્યું તમે !છાપરાથી પતાશા બરશે છે .એ તો મૂર્ખ છે આવી વાતો જ કરે છે.