મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (13:24 IST)

અકબર બીરલની વાર્તા- બીરબલે ચોરને પકડયો

અકબર બીરલની વાર્તા-  આ વાર્તા રાજા અકબરના સમયની છે. એક વાર એક વેપારી તેમના કોઈ કામથી થોડા દિવસો માટે પ્રદેશથી દૂર ગયો હતો. જ્યારે તે તેમનો કામ ખત્મ કરીને ઘરે પહોંચ્યો તો જુએ છે કે તેમની આખી તિજોરી ખાલી છે. તેમની મેહનતની આખી કમાણી ચોરી થઈ ગઈ છે. વેપારી ગભરાવી ગયુ અને તેણે તેમના ઘરના બધા નોકરોને બોલાવ્યા. વેપારીના ઘરમા કુળ 5 નોકર હતા. વેપારીની એક આવાજ પર બધા નોકર આવીને સામે ઉભા થઈ ગયા. 
 
વેપારી તેમણાથી પૂછ્યુ "તમે બધા ઘરે હતા તોય પણ આટલી મોટી ચોરી કેમ થઈ ગઈ? જ્યારે ચોર આવીને મારી તિજોરી સાફ કરી ગયો, તે સમયે તમે બધા ક્યાં હતા?" " એક નોકરે જવાબ આપ્યો "અમને તો ખબર જ થઈ જે આ ચોરી ક્યારે થઈ માલિક અમે સૂઈ રહ્યા હતા"  આ સાંભળીને વેપારી ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, "મને લાગે છે કે તમારા પાંચમાંથી એકે જ ચોરી કરી છે.". હવે ફક્ત રાજા અકબર જ તમારો હિસાબ પતાવશે. આટલું કહીને તે મહેલ તરફ જવા લાગ્યો.
 
રાજા અકબરે તેમના દરબારમાં બેસીની લોકોની સમસ્યા સાંભળી રહ્યા હતા ત્યારે વેપારી પણ ત્યાં પહોંચીને કહ્યુ "ન્યાયાધીશ સાહેબ, ન્યાય, મારી સમસ્યાનું નિરાકરણ કરો"  રાજાએ પૂછ્યું, “શું? થયું? તમે કોણ છો અને તમારી સમસ્યા શું છે?" વેપારીએ કહ્યું, મહારાજ, હું તમારા રાજ્યમાં રહેતો વેપારી છું. કોઈ કામ માટે થોડા દિવસો માટે રાજ્યની બહાર ગયા હતા. ક્યારે
 
જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારી આખી તિજોરી લૂંટાઈ ગઈ હતી. હું બરબાદ થઈ ગયો છું, સાહેબ. મને મદદ કરો."
 
બીજા દિવસે બીરબલ વેપારીના ઘરે પહોંચ્યો. તેણે બધા નોકરોને બોલાવ્યા અને તેમણે પૂછુ કે ચોરીની રાત તે બધા કયાં હતા? બધાએ કહ્યુ કે તે વેપારીમાં ઘરમાં જ રહે છે અને તે રાતે પણ વેપારીના ઘરમાં સૂઈ રહ્યા હતા. 
 
બીરબલે તેમની વાત માની લીધી અને કહ્યુ "તમને બધાને પરેશાન થવાની કોઈ જરૂર નથી મારા હાથમાં પાંચ જાદુની લાકડીઓ છે" હુ તમે બધાને એક -એક લાકડી આપીશ જે પણ ચોર હશે તેમની લાકડી આજની રાતે બે ઈંચ લાંબી થઈ જશે અને ચોર પકડાઈ જશે. અમે બધા કાલે અહીં જ મળીશ. આ કહીને બીરબલ બધાના હાથમાં એક -એક લાકડી આપી અને ત્યાંથી ચાલી ગયો. 
 
દિવસ પસાર થયો. બીજા દિવસે બીરબરલ ફરીથી વેપારીના ઘરે ફોંક્યો અને તેણે બધા નોકરોનો પોત-પોતાની લાકડી સાથે બોલાવ્યા. જ્યારે બીરબલ બધાની લાકડી જોઈ, તો તેણે જોયુ કે એક નોકરની લાકડી બે ઈંચ નાની છે. 
 
પછી શું હતુ. બીરબર તરત જ સૈનિકોને તે નોકરને પકડવાના આદેશ આપ્યો.    વેપારી આ સમગ્ર ઘટનાને સમજી શક્યો નહીં અને મુંઝવણ ભરી નજરે બીરબલ સામે જોવા લાગ્યો. બીરબલ વેપારીને 
 
સમજાવ્યું કે લાકડી જાદુઈ નથી હતી પણ ચોરને ડર હતો કે તેની લાકડી બે ઈંચ મોટી થઈ જશે અને આ ડરને લીધે તેણે તેનું લાકડું બે ઈંચનું કાપ્યું અને તે પકડાઈ ગયો. વેપારી બીરબલની ચતુરાઈથી ખૂબ પ્રભાવિત થયો અને તેનો આભાર માન્યો.
 
શીખામણ - 
બાળકો, બીરબલે ચોરને પકડ્યો તે વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે ગમે તેટલું ચતુરાઈથી ખોટું કામ કરવામાં આવે, તે દરેકના ધ્યાનમાં આવે છે અને તેના પરિણામો હંમેશા ખરાબ આવે છે.

Edited By-Monica Sahu