ગેંડાની જાડી ચામડીનું રહસ્ય
|
એકવાર પારસીએ એક સ્વાદિષ્ટ કેક બનાવ્યો. તેની આંગળીઓનો જાદુ કહો કે ભૂલથી, બધી વસ્તુઓ પ્રમાણસર પડી અને કેકની સુગંધથી ટાપૂ મહેકી ઉઠ્યો. પારસી કેકનો શોખીન હતો. કેકને જોઈને તેના મોઢામાં પાણી આવી ગયુ. પછી જ્યારે તે કેક ખાવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તે જ ટાપુ પર રહેતો એક ગેંડો દોડતો દોડતો આવી ગયો. ગેંડાને ગુસ્સામાં આવતો જોઈને પારસી જીવ બચાવવા તાડના ઝાડ પર ચઢી ગયો. ગેંડાએ આવીને કેકને સૂંધ્યો અને પછી બધો કેક ચટ કરી ગયો. તેણે પારસીનો સ્ટોવ પણ જમીન પર પાડી નાખ્યો અને ખાઈ પીને જતો રહ્યો. ગેંડાના ગયા પછી પારસી દુ:ખી મનથી નીચે ઉતર્યો. પણ હવે તેના કેકના ટુકડા પણ વિખરાઈ ગયા હતા. તેણે દુ:ખ ગેંડાનુ કેક ખાવાથી નહોતુ, પરંતુ તેને દુ:ખ એ હતુ કે આટલો સરસ કેક ખાધા પછી પણ ગેંડાએ ધન્યવાદ ન આપ્યા.
એક દિવસ ટાપૂ પર પુષ્કળ ગરમી હતી. ગરમીથી બધાના વ્યાકુળ થયા હતા. બધા જાનવરો પાણીમાં નાહી રહ્યા હતા જેથી ગરમીમાં થોડી રાહત મળી શકે. પારસી પણ ન્હાવામાં મગ્ન હતો ત્યારે તેને દૂરથી ગેંડો દેખાયો. તે સમયે ગેંડાની ઉપરી ત્વચા ઘણી ટાઈટ અને ચમકદાર હતી. જાડીમોટી અને કરચલીવાળી નહી. ગેંડાએ પોતાની ચામડી કાઢી અને ન્હાવા જતો રહ્યો.
પારસીએ મોકો જોઈને તેની ચામડી ઉઠાવી લીધી અને તેને ખંજવાળ લાવતા છોડને અડાડી દીધુ. ગેંડો જ્યારે ન્હાયા પછી બહાર નીકળ્યો અને જેવી તેણે પોતાની ચામડી ચઢાવી કે તેની હાલત ખરાબ થઈ ગઈ. ખંજવાળથી ખીજાયેલા ગેંડાએ રેતીમાં આળોટીને પોતાનુ શરીર ગંદુ અને લીસોટાવાળુ કરી નાખ્યુ. આ રીતે તેની ચામડીમાં ઘણા નિશાન પડી ગયા જે આજ સુધી નથી મટ્યા. ગેંડાએ બીજાનો કેક ખાધો, તેને હેરાન કર્યો અને આ રીતનો બદલો સહેવો પડ્યો. જે બીજાનુ ખરાબ કરે છે તેની સાથે ખરાબ જ થાય છે. ગેંડાની જાડી ચામડી એક પાઠ છે.
