દિશાનુ જ્ઞાન જરૂરી છે
|
પેલા માણસે પોતાની બુધ્ધિમાની બતાવતા કહ્યુ કે - આટલી નજીક જવાના 20 રૂપિયા ? આ શુ લૂટ ચાલી રહી છે ? હું ચાલતાં જ મારો સામાન લઈને મનોરમ બિલ્ડિગ સુધી પહોંચી જઈશ. માણસ બહુ જીદ્દી હતો અને તે જ કારણે તેણે પોતાનો સામાન ઉઠાવ્યો અને ચાલતો જ ઉપડવા માંડ્યો. અડધા કલાક પછી તેણે એ જ ટેક્સીવાળો ફરી દેખાયો. તેણે ટેક્સીવાળાને કહ્યુ કે હવે તો હુ અડધે રસ્તે આવી ગયો છુ હવે કેટલા પૈસા થશે ? ટેક્સીવાળો બોલ્યો હવે 200 રૂપિયા થશે.
પેલો માણસ તો ચકિત થઈ ગયો. અને તેણે પૂછ્યુ કે પહેલા 100 લાગી રહ્યા હતા હવે 200 કેમ લાગશે ? ટેક્સીવાળાએ ફટાકથી જવાબ આપ્યો - મહાશય તમે મનોરમ બિલ્ડિંગની ઉલટ દિશામાં 3 કિલોમીટર સુધી આવી ગયા છો. મનોરમ બિલ્ડિંગ સ્ટેશનની બીજી તરફ છે. તે વ્યક્તિ આ પછી કશુ જ ન બોલી શક્યો અને ચૂપચાપ ગાડીમાં બેસી ગયો.
વાત સાચી છે. ફક્ત જ્ઞાન હોવાથી કશુ નથી થતુ, પણ જ્ઞાન સાથે વિવેક પણ જરૂરી છે. એવી જ રીતે ફક્ત શક્તિ હોવી જ પૂરતુ નથી, પણ શક્તિનો ઉપયોગ સમજદારીથી કરવો પણ જરૂરી છે.
