મંગળવાર, 3 માર્ચ 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા
Written By વેબ દુનિયા|

નાની મદદ

નાની મદદ
N.D
એકવાર જંગલમાં સિંહ રાજાએ જંગલમાં સૂચના આપી કે બધા જાનવરો તેને આવીને સલામ કરે. બસ પછી તો પૂછવુ જ શુ હતુ, એક એક કરીને હાથા, ચીત્તો, સાઁપ, ગરોળી, રીંછ, ઘોડો અને સસલુ અને હરણ પણ આવ્યા અને સિંહની આગળ માથુ નમાવીને તેણે સલામ કરી ગયા. જ્યારે કીડીઓને આ વાતની ખબર પડી કે તે પણ સિંહને સલામ કરવા માટે એક લાઈન લગાવીને નીકળી પડી. તેમની ગતિ ધીમી હતી અને તેમણે લાંબું અંતર કાપવાનુ હતુ આથી તેઓ દૂરથી પહોંચી. ત્યાં સુધી બધો કાર્યક્રમ પુરો થઈ ચૂક્યો હતો. જ્યારે કીડીઓ પહોંચી ત્યાં સુધી બધો કાર્યક્રમ પુરો થઈ ચૂક્યો હતો.

જ્યારે કીડીઓનું સમૂહ ત્યાં પહોંચ્યુ ત્યારે પ્રાણીઓ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. કીડીઓ ત્યાં પહોંચતા જ બધાએ મજાક કરવા માંડી કે કેટલી ઝડપી ચાલ છે. થોડા વધુ મોડા આવતા તો બધો કાર્યક્રમ પૂરો થઈ જતો. સિંહ પણ ગર્જયો અને મજાક કરતા બોલ્યો - ક્યારેક તો જલ્દી આવો. હંમેશા મોડી જ આવો છો. કીડીઓના સમૂહને ઘણુ દુ:ખ થયુ અને તે પાછુ ફર્યુ. કીડીઓના સમૂહે બધી વાત તેમના રાણીને કરી. રાણીએ જ્યારે આ વાત સાંભળી તો તેમણે ખૂબ ગુસ્સો આવ્યો. કીડીઓની રાણીએ તરત જ પોતાના મિત્ર કાનખજૂરાને બોલાવ્યો. રાણીએ કાનખજૂરાના કાનમાં કાંઈક કહ્યુ અને પછી બંને હસી પડ્યા.

બીજી બાજુ સિંહ દિવસભરનો થાકેલો હોવાથી પોતાની ગુફામાં આરામ કરી રહ્યો હતો, હજુ તેની આંખ લાગી જ હતી કે તેના કાનમાં કાંઈક સળવળ્યુ. તે હેરાન થઈ ગયો અને ચીસો પાડવા લાગ્યો. થોડી જ વારમાં ઘણા પ્રાણીઓ ભેગા થઈ ગયા. સિંહ કાનમાં થઈ રહેલા દુ:ખાવાને કારણે જમીન પર આળોટી રહ્યો હતો. દુ:ખાવો વધી રહ્યો હતો. બધા પ્રાણીઓ કોઈ પણ જાતની મદદ કરી શકે તેમ નહોતા કારણકે સિંહને મદદ કરવી એ તેમના હાથની વાત નહોતી. સિંહને છેવટે લાગ્યુ કે ફક્ત કીડી જ તેમની મદદ કરી શકે છે.

સિંહે કીડીઓની રાણી પાસે મદદ માટે સંદેશો મોકલ્યો. કીડીઓની રાણીએ વિચાર્યુ કે સિંહ ખૂબ હેરાન થઈ ગયો હવે તેને થોડી રાહત આપવી જોઈએ. આ વિચારીને કીડીઓની રાણી પોતાના સમૂહ સાથે સિંહની ગુફા પાસે પહોંચી. ચાર કીડીઓનો સમૂહ સિંહના કાન પાસે પહોંચી અને ત્યાથી પોતાના મિત્ર કાનખજૂરાને બૂમ પાડીને કહ્યુ કે - મદદ માટે આભાર મિત્ર, હવે બહાર આવી જા. કાન ખજૂરો તરત જ બહાર આવી ગયો અને સિંહનો દુ:ખાવો તરત જ બંધ થતા તેને આરામ મળ્યો. સિંહે કીડીઓની રાણી પાસે જઈને કહ્યુ કે - આજે તમે મારો જીવ બચાવ્યો. હું મારા વ્યવ્હાર પર શરમ અનુભવી રહ્યો છુ. હું આજે આ જાહેર કરુ છુ કે - હવે તમે જ્યાં ઈચ્છો ત્યાં રહી શકો છો.

મિત્રો આ જ કારણે કીડીઓ ગમે ત્યાં રહી શકે છે. તે પછી જંગલ હોય, રણ હોય, કે આપણુ ઘર હોય. તેમણે કોઈ રોકી નથી શકતુ.