1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

બાળકો દ્વારા બાળ પારાયણ

બાળકો બાળ પારાયણ
P.R

મહેસાણામાં બાળકો દ્વારા અનેરી બાળ પારાયણ બોચસણવાસી શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં મહેસાણા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં બાળકો દ્વારા બાળ પરાયણના અદ્દભૂત કાર્યક્રમો યોજાયા.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી મહેસાણા શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે 1) અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, રાધનપુર ચાર રસ્તા 2) બજાર વિસ્તાર સંસ્કારધામ, ધોબી ઘાટ રોડ 3) જય આશીર્વાદ સોસાયટી નાગલપુર 4) તુલસી સંસ્કારધામ, રાધનપુર રોડ 5) ગોકુલપાર્ક ટેનામેંટ, ગંજ બજાર પાછળ, મહેસાણામાં બાળ પરાયણનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
P.R

આ કાર્યક્રમોમાં બાળકો દ્વારા સભાનું સંચાલન કરવામાં આવ્યુ તેમજ વ્યાસપીઠ ઉપર પણ બાળકો દ્વારા જ ભગવાન સ્વામિનારાયણના બાળપણના લીલા ચરિત્રોનુ રસપાન કરાવવામાં આવ્યુ. વ્યાસપીઠ ઉપર બિરાજેલ બાળ વક્તાના બાળમુખેથી કથા સાંભળવી એ એક અનેરો લ્હાવો હતો.

P.R

બાળ કલાકાર દ્વારા અપાતા કથા લાભમાં એક વિશિષ્ટતા એ હતી કે, કથાની સાથે તેમો આવતા પ્રસંગોને તેના પાત્રો દ્વારા સ્ટેજ ઉપર અભિનય શ્રોતાઓ અને પ્રેક્ષકોમાં અનેરુ આકર્ષણ જમાવ્યુ હતુ.
P.R

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બાળકોમાં ભક્તિભાવ ઉમેરાય, ભગવાન પ્રત્યેની શ્રધ્ધા વધે, ધર્મગ્રંથોનુ અધ્યયન કરે અને તેઓમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલી ઉઠે એવા આશય સાથે ઉત્કૃષ્ટ કાર્યક્રમો સુંદર રીતે રજૂ થયા.

P.R

બાળકોએ વિવિધ વેશભૂષાઓ દ્વારા સૌનુ મન મોહી લીધુ હતુ

P.R

આ કાર્યક્રમો દરમિયાન શ્રોતાઓ તાળીઓથી બાળ કલાકારોને વધાવતા હતા અને તેઓની કલા અને અભિનયને અભિનંદન આપ્યા હતા.

આવા કાર્યક્રમોની તૈયારીમાં સર્વ શ્રી વિરચંદભાઈ પટેલ (સંયોજક), શ્રી કિરીટભાઈ પ્રજાપતિ(બાળ નિર્દેશક), શ્રી મુકેશભાઈ કાપડીયા (સહ નિર્દેશક), શ્રી ગોપાળભાઈ પટેલ, શ્રી પ્રવિણભાઈ રાવલ, સંજય મિસ્ત્રી, રોનક પ્રજાપતિ, ભાવેશ પ્રજાપતિ, નિલેશ પટેલ જય પટેલ, કૌશલ સોલંકી અને અન્ય બાળ કલાકારોએ જહેમત ઉઠાવી હતી.