1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

રિસાયેલાને મનાવવા જોઈએ

રિસાયેલાને મનાવવા જોઈએ
N.D
બે ભાઈ હતા. પિતાના મૃત્યુ પછી બંને એક સાથે જ રહેતા હતા. મોટુ ઘર હતુ જેમાં એક તરફ નાનો ભાઈ અને બીજી બાજુ મોટો ભાઈ રહેતો હતો. મકાનની આગળ એક મોટો વાડો હતો. વાડાની વચ્ચે એક નાનકસી દીવાલ હતી જે બંને ભાઈઓના મકાનને જુદા પાડતી હતી. એ મકાનમાં આવતા જતા બંને વાતો કરતા હતા અને આમ દિવસમાં ઘણીવાર મુલાકાત થઈ જતી હતી.

બંને જણાએ પિતાજીનો વેપાર અને ખેતીને પરસ્પર વહેંચી લીધુ હતુ. એક દિવસ બંને વચ્ચે કોઈ કારણસર વાદવિવાદ થઈ ગયો. બંને જણે એકબીજા સાથે બોલવાનુ પણ બંધ કરી દીધુ. બંને એકબીજાનુ મોઢુ પણ જોવા નહોતા માંગતા.

એક વાર મોટોભાઈ ક્યાંક જવા નીકળ્યો તેટલામાં એક મિસ્ત્રીએ આવીને કહ્યુ કે હું બેરોજગાર છુ મને કાંઈ કામ મળશે. મોટાભાઈએ કાંઈક વિચારીને કહ્યુ કે એક કામ છે. જો તુ કરી શકે તો".

મિસ્ત્રી બોલ્યો - હુ દરેક કામ કરી શકુ છુ.

મોટો ભાઈ - પેલો વાડો દેખાય છે. તેની વચ્ચે જ્યા નાનકડી દીવાલ છે તેને આઠ ફૂટની કરી દે, કારણકે હું મારા ભાઈનો ચહેરો પણ જોવા નથી માંગતો.

મિસ્ત્રીએ કહ્યુ - સાંજ સુધી તમારું કામ થઈ જશે.

મોટોભાઈ પોતાના કામ માટે બજાર ચાલ્યો ગયો. સાંજે જ્યારે એ પાછો ફર્યો ત્યારે મિસ્ત્રીએ પોતાનુ કામ પુરૂ કરી નાખ્યુ હતુ. મોટાભાઈને એ જોઈને આશ્ચર્ય થયુ કે મિસ્ત્રીએ દીવાલ મોટી કરવાને બદલે નાની દીવાલની ઉપર એક નાનકડો રસ્તો બનાવી નાખ્યો જેથે કરીને અહીંથી ત્યાં સહેલાઈથી અવર-જવર થઈ શકે. મોટાભાઈએ ગુસ્સામાં પૂછ્યુ - આ તે શુ કર્યુ ?
મિસ્ત્રી બોલ્યો - પરસ્પર ઝગડાને દૂર કરવા એકબીજાથી દૂર જવાને બદલે એકબીજાની પાસે આવીને વાતચીત કરવી જોઈએ. વાતચીત કરવાથી દરેક સમસ્યાનો હલ નીકળે છે.

મોટાભાઈને વાત સમજાઈ ગઈ. તેણે તરતજ જઈને પોતાના નાનાભાઈ પાસે વાતચીત કરવાની શરૂ કરી દીધી. નાનાભાઈએ પણ પોતાની ભૂલને સ્વીકારી લીધી અને માફી માંગી લીધી.

બાળકો તમે પણ જો તમારા મિત્રો સાથે કિટ્ટા કરી હોય તો તેમની વાત સાંભળી લો. વાતચીત કરવાથી બધા ઝગડા વિસરાય જાય છે.