1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

રીંછે કહ્યુ કે....

રીંછે કહ્યુ કે....
W.D
એક વાર બે મિત્રો જંગલમાંથી જઈ રહ્યા હતા. જંગલ ખૂબ ઘનઘોર હતુ. બંને બીક પણ લાગી રહી હતી કે કોઈ જંગલી જાનવર ન આવી જાય અને એટલામાં તેમના રસ્તામાં એક મોટુ રીંછ આવતુ દેખાયુ.

રીંછને જોઈને એક મિત્ર ઝાડ પર ચઢી ગયો અને પાંદડાઓથી પોતાને ઢાંકી દીધો. બીજા મિત્રને ઝાડ પર ચઢતા નહોતુ આવડતુ. તે ખૂબ જ ઘબરાયો. ત્યારે તેના મગજમાં આવ્યુ કે -રીંછ મરેલા માણસને કશું નથી કરતો. તે તરત જ શ્વાસ રોકીને જમીન પર ઉંઘી ગયો.

રીંછ જમીન પર સૂતેલા તે યુવકની પાસે આવ્યો. રીંછે તેના નાક, કાન, અને આ રીતે શરીરને સૂંઘ્યું અને તેને મરેલો સમજીનો પોતાના રસ્તે ચાલી નીકળ્યો. જ્યારે રીંછ ચાલ્યો ગયો તો ઝાડ પર ચઢેલો યુવાન નીચે ઉતર્યો અને ઉતરતાં જ તેણે પોતાના મિત્રને પૂછ્યુ કે - અરે, યાર રીંછે તને કશું જ ન કર્યુ પણ તે તારા કાન કેમ સૂંઘી રહ્યો હતો ?

બીજા યુવકે ઉત્તર આપ્યો કે - તે મારા કાન નહોતો સૂંઘી નહોતો રહ્યો પણ મને એક સલાહ આપી રહ્યો હતો. ઝાડ પરથી ઉતરેલા યુવકે પૂછ્યુ - કેવી સલાહ ?

આનાથી પહેલા યુવકે જવાબ આપ્યો - રીંછ કહી રહ્યો હતો કે તે મિત્રની સાથે કદી ન રહો જે મુસીબતમાં તમારો સાથ છોડી દે છે. સાચો મિત્ર એ જ છે જે મુસીબતમાં તમારી સાથે રહે.

આ સાંભળીને બીજા યુવકનુ માથુ શરમથી નમી ગયુ, તેને પોતાની ભૂલનો પછતાવો થઈ રહ્યો હતો.