1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

સત્ય-અસત્ય વચ્ચે અંતર

સત્ય-અસત્ય વચ્ચે અંતર
N.D
એક વાર ભર્યો હતો દરબાર, બીરબલ પણ હતો બીજા દરબારીયોને સાથે. અકબરે પૂછ્યો એક સવાલ, જેને સાંભળીને દરબારીઓના થયા વિચિત્ર હાલ. અકબરે પૂછ્યુ - 'સત્ય-અસત્ય વચ્ચે હોય છે કેટલું અંતર, બે ત્રણ કે ચાર શબ્દોમાં આપો ઉત્તર.

સવાલ સાંભળીને બધા દરબારીઓની કરવા માંડ્યા વિચાર જે પહેલા પોતાને ગણાવતા હતા હોશિયાર. અકબરે જોયુ પછી બીરબલની સામે, બીરબલ સિવાય આ પ્રશ્નનો ઉત્તર કોણ આણે ? અકબરે કહ્યુ - 'બીરબલ તુ બતાવ, મારા પ્રશ્નનો જવાબ હવે તુ જ સુજાવ.

બીરબલે કહ્યુ - 'મહારાજ ! તમારા પ્રશ્નનો છે આ ઉત્તર, સત્ય અને અસત્ય વચ્ચે છે ચાર આંગળીનુ અંતર.

અકબર અને દરબારીઓને વાત ન સમજાઈ, અકબરે કહ્યુ - બીરબલ, જરા વિસ્તૃત સમજાવીશ કે નહી ? બીરબલે આપ્યો જવાબ - શ્રીમાન, આંખો કાનથી હોય છે ચાર આંગળી દૂર, કાનથી સાંભળેલી વાતો હોય છે ખોટી અને આંખોથી જોયેલી વાત હોય છે સાચી.

અકબર બીરબલની વાત સાંભળીને થઈ ગયા બાગ-બાગ, તેમણે ખુલ્લા દિલે આપી બીરબલની અક્કલને દાદ.