1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

સાંભળો સૌનું કરો મનનું

સાંભળો સૌનું કરો મનનું
W.D
એકવાર બહુ બધા દેડકાઓ જંગલમાંથી જઈ રહ્યા હતા. તે બધા એકબીજા જોડે વાતો કરવામાં વધુ પડતા વ્યસ્ત હતા. ત્યારેજ તેમના ટોળામાંથી બે દેડકા એક જગ્યાએ એક ખાડામાં પડી ગયા. બાકીના દેડકાઓએ જોયુ કે તેમના બે સાથી બહુ ઉંડા ખાડામાં પડી ગયા છે.

ખાડો ઉંડો હતો અને તેથી બાકીના સાથીયોને લાગ્યુ કે હવે તે બંનેને ખાડામાંથી બહાર કાઢવું કઠણ છે. તેમના મિત્રોએ ખાડામાં પડેલા એ બે દેડકાઓને બૂમ પાડીને કહ્યુ કે હવે તમે પોતાને મરેલા સમજો. આટલા ઉંડા ખાડામાંથી બહાર નીકળવુ અશક્ય છે.

બંને દેડકાઓએ વાતને કાને ન ધરી. અને બહાર નીકળવાની કોશિશ કરવા માંડ્યા. બહાર ટોળામાં ઉભેલા દેડકાઓ બૂમો પાડીને કહેવા લાગ્યા કે બહાર નીકળવાની કોશિશ બેકાર છે. હવે તમે બહાર નહી નીકળી શકો. થોડી વાર સુધી કુદાકુદી કર્યા પછી જ્યારે તેઓ ખાડાંથી બહાર નહી નીકળી શક્યા તો એક દેડકાએ આશા છોડી દીધી અને ખાડામાં વધુ નીચેની તરફ ગબડી પડ્યો. નીચે ગબડતાં જ તે મરી ગયો.

બીજા દેડકાએ કોશિશ ચાલુ રાખી. અને છેવટે તે પૂરી તાકત લગાવીને એક છલાઁગ લગાવવાથી ખાડાની બહાર આવી ગયો. જેવો બીજો દેડકો ખાડાની બહાર આવી ગયો, ત્યારે બીજા દેડકાઓએ તેને પૂછ્યુ કે - જ્યારે અમે તને કહી રહ્યા હતા કે ખાડાની બહાર આવુ શક્ય નથી તો પછી તુ છલાઁગ કેમ મારતો રહ્યો. ?

આ સાંભળીને તે દેડકો બોલ્યો - વાત જાણે એમ છે ને કે હું જરાક બહેરો છુ, અને જ્યારે હું છલાઁગ મારી રહ્યો હતો ત્યારે મને લાગ્યુ કે તમે મારી હિમંત વધારી રહ્યા છો અને તેથી મેં પ્રયત્ન ચાલુ રાખ્યો અને જુઓ હું બહાર આવી ગયો.