ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા
Written By નઇ દુનિયા|

હબ્બુરાય અને ગબ્બુરાય

N.D
ાજા હબ્બુરાય રાજદરબારમાં પહોંચ્યા. પહોંચતા જ પોતાના મંત્રી ગબ્બુરાયને બોલ્યા - સાંભળી લો ગબ્બુરાય, ગઈકાલે રાત્રે મને ઉંધ ન આવી. કેમ મહારાજ, કેમ ઉંધ ન આવી ? ગબ્બૂરાયે હાથ જોડીને પૂછ્યુ રાતભર એ જ વિચારતો રહ્યો કે જેવો હુ જમીન પર પગ મુકુ છુ કે મારા પગમાં ધૂળ કેમ ચોંટે છે. તમે લોકો દરેક મહિને પગાર તો લઈ લો છો, પણ બધા આળસુ છો. કામ-બામ તો કરવુ નથી. મારા જ રાજમાં મારા પગમાં માટી લાગે, છી-છી-છી કેટલી ખરાબ વાત કહેવાય. જલ્દી આનો કોઈ ઉપાય બતાવો. નહી તો તમારા બધાનું આવી બન્યું સમજો. સાંભળી લીધુ ? રાજાએ ધમકી આપતા કહ્યુ.

સાંભળતા જ ગબ્બૂરાય તો ગભરાઈને પરસેવે રેબઝેબ થઈ ગયા. તેને લાગ્યુ હવે તો ખરેખર જીવ મારો જીવ જવાનો.

આ વાત આખા રાજદરબારમાં ફેલાઈ ગઈ. બધાના હોશ ઉડી ગયા. બધા ગભરાટમાં ધ્રૂજવા માંડ્યા. શહેરમાં પણ સમાચાર પહોંચી ગયા. કોઈપણ શહેરીને આખી રાત ઉંધ ન આવી. કોઈની ઘરે પણ ચૂલો ન સળગ્યો.

મંત્રી ગબ્બૂરાયની અડધી સફેદ અડધી કાળી દાઢી આંસુઓથી પલળી ગઈ. રાજા હબ્બુરાયના પગ પર માથુ મુકીને તેઓ ગળગળા થઈને બોલ્યા - મહારાજ તમે એક વાત વિચારો, જો તમારા પગમાં ધૂલ ન લાગે તો અમે લોકો તમારા પગની ધૂળ કેવી રીતે અમારા માથે લગાવીશુ ?

રાજા હબ્બૂરાયે મંત્રી ગબ્બૂરાયની વાત સાંભળી અને પછી માથુ હલાવીને તેના પર વિચાર કરવા લાગ્યા. છેવટે બોલ્યા - હૂં....હૂં.... વાતો તો સાચી કહે છે. પરંતુ પહેલા ધૂળને સાફ કરો પછી માથે ધૂળ લગાડવાની વાત વિશે વિચારીશુ.

સાંભળતા જ મંત્રીની આંખો સામે અંધારુ છવાય ગયુ. દેશ, પરદેશ, વિદેશ, જ્યાંથી પણ બની શકે તેમને ગાનારા-વગાડનારા જંત્રી, તંત્રી, જાદુગર, પંડિત, વૈધ, હકીમ, જ્યોતિષી ભેગા કર્યા. બધા પોતાની નાક પર ચશ્મો ચઢાવી આ સમસ્યાનો ઉકેલ વિચારવા માંડ્યા. આ બધાના ખાવા-પીવાની વ્યવસ્થા આપવા માટે ટીમે દેશી ઘી મંગગાવ્યું. દાળ, ચોખા, લોટ, અને શાકભાજી તો ખબર નહી કેટલી મણ આવી.

કેટલાક મંત્રીઓએ ખૂબ સમજી વિચારીને રાજાને નમ્રતાપૂર્વક કહ્યુ - 'મહારાજ, જો સંસારમાંથી માટી નષ્ટ કરી દેવામાં આવી તો જમીન પર લીલોતરી કેવી રીતે રહેશે ? ઘાસ કેવી રીતે ઉગશે ?

આ સાંભળીને રાજાએ ગુસ્સામાં પગ પછાડતા કહ્યુ કે જ તમે આટલું નાનકડુ કામ ન કરી શકતા હોય તો પછી તમે કેવા પંડિત ? તમે લોકો પંડિત નહી બુધ્ધુ છો.

N.D
ફરીથી બધા પંડિતોએ નાક પર ચશ્મો ચઢાવીને વિચારવા માંડ્યા. આ વખતે સૌએ નક્કી થયુ તેના મુજબ સાડા સત્તર લાખ ઝાડુ ખરીદવામાં આવી. અને ધૂળને નષ્ટ કરવાની કોશિશ ચાલુ થઈ ગઈ. પરંતુ ધૂળ તો ધૂળ હતી. તે ઉડીને રાજાના મોઢે, નાક, ાતીમાં ધૂંસવા લાગી. ધૂળના કારણે લોકો મરવા લાગ્યા. ધૂળના વાદળોએ સૂરજને ઢાંલી દીધો, છતા તેઓ ઝાડુ લગાવી રહ્યા હતા.

રાજાએ ગુસ્સામાં કહ્યુ - વાહ, વાહ બહુ આયા પંડિત બનીને. તમે તો આખી દુનિયામાં ધૂળ જ ઘૂળ કરી નાખી.