હવે મહેનત કરશે ટીકા
|
ગામમાં તેની પત્ની તેના બે બાળકો સાથે રહેતી હતી. ટીકા જ્યારે આટલુ ધન કમાવીને પાછો ફર્યો ત્યારે તેઓ ફૂલ્યા નહી સમાયા. તેણે ગામ જતા જ પોતાની પત્ની અને બાળકોને બહુ બધા કપડાં, ઘરેણા અપાવ્યા. અને બીજા જ દિવસે પોતાના સાસરે જવાની વાત કરવા લાગ્યો.
પત્ની પણ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ. તેણે ખુશીથી ટીકાને જવાની મંજૂરી આપી. ટીકા પોતાને સાસરે ગયો. સાસુ-સસરા માટે તે થોડો સામાન પણ લઈ ગયો હતો.
સાસરીમાં પહોંચ્યા પછી તે અભિમાનથી ફુલ્યો નહોતો સમાતો. કારણકે ત્યાં તેનુ સ્વાગત શાનદાર રીતે થયુ હતુ. તેના ખાવાપ-પીવા માટે અને આરામ માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. પકવાન ખાઈને તે નિશ્ચિત ઉંધી ગયો. સાંજે જ્યારે ઉઠ્યો ત્યારે સાસુએ તેને પ્રેમથી નાસ્તો આપ્યો. સાંજે ગામમાં ફરીને તે રાતનુ ભાણું ખાઈને પાછો ઉંધી ગયો.
બસ આમને આમ દિવસો વીતતા ગયા. ટીકાના જીવનમાંથી મહેનતનુ નામ એવી રીતે ઉડી ગયુ જેવી રીતે ગધેડાના માથા પરથી શિંગડા. બસ ખાવુ અને ઉંધવુ એક એના જીવનનો ઉદ્દેશ્ય બની ગયો. ધીરે-ધીરે સાસરીવાળા તેનાથી કંટાળી ગયા. હવે તેને સારુ ખાવાનુ મળવાનુ પણ બંધ થઈ ગયુ. પણ તેને તો કોઈ ફેર જ નહોતો પડતો. તેને તો આરામ કરવાની ટેવ પડી ગઈ હતી. પોતાની પત્ની અને બાળકોને તે બિલકુલ ભૂલી ગયો હતો. એક દિવસ તેની સાસુએ કહ્યુ કે તમે મારી દિદરી અને નાતીઓને એકવાર જોઈ આવો. સાસુની વાતને તેણે હા, હૂ કરીને ટાળી દીધી.
એક દિવસ ગામમાં લૂટારુંઓ આવ્યા. રાત્રે બધા ઉંધી ગયા હતા, ટીકા પણ ઘસઘસાટ ઉંધી રહ્યો હતો. એટલામાં જ ટીકાના સસરાની ઉંધ ઉડી ગઈ. લૂંટારૂઓને જોઈને તે ચીસ પાડી ઉઠ્યા. બધા લોકો જાગી ગયા. લૂંટારૂઓના સરદારે કહ્યુ કે ' તમારી પાસે જે માલ-સામાન હોય તેને કાઢો. ટીકાના સસરાએ હાથ જોડીને કહ્યુ 'અમારી પાસે જે પણ કાંઈ છે તે ફક્ત અમને જ કામ લાગે એટલુ છે. જેનાથી અમારું પેટ ભરાય જાય, તેનાથી વધુ અમારી પાસે કશુ નથી.
ટીકાના સસરાને લૂંટારૂઓનો ઉસૂલ ખબર હતી કે તેઓ પૂછી પૂછીને વધારાનુ સામાન કે ધન લઈ જાય છે. જે વસ્તુ કામની નથી તેને લઈ જવી એ તેમનો ઉસૂલ છે.
લૂંટારૂઓએ કહ્યુ કે ' ચાલો બતાવો કંઈ વસ્તુ તમારા કામની નથી. તેને જ અમે લઈ જઈશુ. ટીકાના સસરાએ થોડી વાર સુધી વિચાર્યા પછી કહ્યુ ' આ અમારો જમાઈ ટીકા છે જે કોઈ કામનો નથી. બસ ખાય છે અને ઉંધે છે. કશુ કામ નથી કરતો. પોતાના ઘરમાં જ તેને કોઈ કામ નથી તો તમે આને ભલે લઈ જાવ.
સસરાની વાત સાંભાળીને ટીકા આશ્ચર્યમાં પડી ગયો. વાતને સાચી હતી ત્યાં તો એ કોઈ કામનો જ નહોતો. હવે શુ કરવુ ? તે જુદા ઓરડામાં જઈને હાથ જોડીને સસરાને વિનંતી કરવા લાગ્યો. બહુ કાલાવાલા કર્યા પછી સસરાજી માની ગયા.
તેમણે લૂંટેરાઓને કહ્યુ કે - હું તમને ટીકાને નથી સોંપી શકતો કારણકે હું તો એ ભૂલી જ ગયો હતો કે જ્યારે અમે બધા દિવસભર ઘરની બહાર રહીએ છીએ ત્યારે ટીકા અમારા ઘરની રક્ષા કરે છે. આ તો અમારા કામનો માણસ છે તેને હું તમને કેવી રીતે સોંપી દઉં.
આ રીતે લૂંટારાઓથી ટીકા બચી ગયો. બીજા જ દિવસે તેણે નક્કી કયુ કે તે પોતાની પત્ની અને બાળકો પાસે ગામ જશે અને ફરી મહેનત કરીને કામ કરશે.
