સંબંધિત સમાચાર
- Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ
- Pehle Bharat Ghumo - ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો ? તો જાણી લો ગુજરાતના રમણીય સ્થળો વિશે
- Pehle Bharat Ghumo - સુરતમાં ફરવા લાયક સ્થળો
- Pehle Bharat Ghumo - દિવાળી વેકેશનમાં Trip પ્લાન કરી રહ્યા છો તો આ 5 સ્થાન વિશે જરૂર વિચારો
- Pehle Bharat Ghumo - ગુજરાતની આ જગ્યાઓ કપલ માટે બેસ્ટ છે, તમારે પણ અહીં જવાનું પ્લાનિંગ કરવું જોઈએ
Pehle Bharat Ghumo - ગુજરાતનુ મીની કાશમીર Polo Forest
Pehle Bharat Ghumo- સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે, પોલો ફોરેસ્ટમાં રાજ્યભરમાંથી લોકો નિહાળવા આવે છે. પ્રથમા વરસાદ પડતા જ પોળો ફોરેસ્ટમાં ચારે બાજુ નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.
Polo forest - પોલો ફોરેસ્ટ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 160 કિમીના અંતરે છે.આ જંગલની વચ્ચેથી હરણાવ નદી વહેતી હોય મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. અહી તમે બારેય મહિના આવી શકો છો. તો એક દિવસીય પીકનીક પણ મળી શકો છો.અહીં આવવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે ચોમાસુ ત્યારે પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે હાલમાં અહિયાં રોકાવા માટેની કોઈ સુવિધા ઉભી થઇ નથી.
બાલારામ મહાદેવના મંદિર
બનાસકાંઠામાં આવેલુ મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.બાલારામમાં આવેલું છે મહાભારત કાળનું 500 વર્ષ જૂનું શિવમંદિર
બનાસકાંઠામાં આવેલુ મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.બાલારામમાં આવેલું છે મહાભારત કાળનું 500 વર્ષ જૂનું શિવમંદિર
બનાસકાંઠાના પાલનપુરથી 12 કિલોમીટર દૂર બાલારામ મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે. મહાભારત કાળના 5000 વર્ષ જૂના શિવ મંદિર કહેવાય છે.
આરામ માટે અહીં આવતા હતા નવાબો
એવું માનવામાં આવે છે કે પાલનપુર અથવા બનાસકાંઠાના પ્રદેશ પર રાજ કરનારા લોહાની નવાબ, તેમના મનપસંદ આરામ સ્થળ તરીકે બલરામ પેલેસનો ઉપયોગ કર્યો હતો