બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (11:30 IST)

ભાગ્ય બદલવાની આસ્થા રાખતા આ મંદિરને નવરાત્રિમાં સજાવવા માટે ખર્ચાયા 4 કરોડથી વધુ Gold અને Cash

ભારતમાં લોકોને મંદિર પ્રત્યે ખૂબ લગાવ જોવા મળે છે.  તહેવારોના અવસર પર આ મંદિરોની સજાવટ પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. બીજી બાજુ આ નવરાત્રિમાં વિશાખાપટ્ટનમનુ એક મંદિર ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરને સજાવવા માટે કરોડો રૂપિયા અને સોનુ લગાવવામાં આવ્યુ છે. 
 
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં નવરાત્રિના અવસર પર શ્રી કન્યકા પરમેશ્વરી મંદિરને ખૂબ ભવ્ય રીતે સજાવવામાં આવ્યુ છે. આ મંદિરની સજાવટથી લોકો તેની તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે અને તેને ઘણી ચર્ચા પણ કરવામાં આવી રહી છે. મંદિરની સમિતિ મુજબ દેવીના આ મંદિરને સજાવવામાં કરોડોના સોનાના ઘરેણા અને મુદ્રાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેવીને 2 કરોડ રૂપિયાના 8 કિલોના ઘરેણા અને કેશના રૂપમાં 2.5 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે જેનાથી મંદિરની સજાવટ કરવામાં આવી છે. 
 
માહિતી મુજબ દર વર્ષે નવરાત્રિ પર દેવીના મંદિરને આ જ રીતે સજાવવામાં આવે છે અને દર વર્ષે દેવીની પ્રતિમાનુ વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. દેવીનુ આ મંદિર લગભગ 140 વર્ષ જુનુ બતાવાય રહ્યુ છે અને લોકોનુ કહેવુ છે કે દેવીને ઘરેણા અને રોકડ ચઢાવીને પૂજા કરવાથી ભાગ્ય ચમકે છે.