રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: શનિવાર, 9 માર્ચ 2024 (16:55 IST)

મગરે અચાનક મહિલા પર કર્યો હુમલો, ત્યારબાદ જે થયુ તે જોઈને તમાર હોશ ઉડી જશે, જુઓ Video

crocodile
crocodile
 કુદરતે આપણને ઘણા પ્રાણીઓ આપ્યા છે. કેટલાક પ્રાણીઓ કદમાં નાના અને ખૂબ સુંદર હોય છે. તેમના શાંત વર્તનને કારણે લોકો તેમને પાલતુ પણ બનાવી લે  છે. પરંતુ આ દુનિયામાં કેટલાક એવા જાનવરો છે જેને જોઈને માણસ ગભરાય જાય છે. ખતરનાક પ્રાણીનું નામ સાંભળતા જ તમારા મગજમાં સિંહ, ચિત્તા, મગર જેવા પ્રાણીઓના નામ દોડવા લાગશે. આ જાનવર  એટલા ખતરનાક છે કે તેમની નજીક જવું જોખમથી કમ નથી. આ પ્રાણીઓની સંભાળ કેટલાક ખાસ લોકો દ્વારા લેવામાં આવે છે જેઓ તે માટે ટ્રેઈન હોય છે. પરંતુ આ પ્રાણીઓ ક્યારે આ લોકો પર હુમલો કરશે કે નહી એ વિશે કોઈ કહી શકતું નથી. આવો જ એક ડરામણો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં શું જોવા મળ્યું?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મગર પોતાની ટેંકમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યાં હાજર એક મહિલા ઝૂ કિપર તેને  પાણીમાં પાછા મોકલવાનો પ્રયાસ કરી રહી છે. અચાનક મગર તેનો હાથ તેના જડબાથી પકડીને તેને પાણીમાં ખેંચી જાય છે. મહિલા પોતાનો હાથ છોડાવવા માટે ઘણી કોશિશ કરે છે પરંતુ તે સફળ થઈ શકતી નથી. ત્યારે એક વ્યક્તિ જે ત્યાં ફરવા આવ્યો હતો તે પાણીમાં કૂદી પડ્યો અને મહિલાને બચાવવાનો પ્રયાસ કરવા લાગે છે. લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા બાદ મગર મહિલાનો હાથ છોડી દે છે. આ પછી બંને કાળજીપૂર્વક બહાર નીકળી જાય છે.