અમરસિંહનાં મોટાભાઈ ભાજપમાં જોડાયા

અમરસિંહનાં મોટાભાઈ ભાજપમાં જોડાયા

લખનઉ| ભાષા| Last Modified રવિવાર, 5 એપ્રિલ 2009 (14:49 IST)

સમાજવાદી પાર્ટીનાં મહાસચિવ અમરસિંહનાં ભાઈ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અરવિન્દ સિંહ તથા સપાનાં નેતા અને પૂર્વ સાંસદ રામબખ્શસિંહ વર્મા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

પ્રદેશ ઉપાધ્યક્ષ હ્રદયનાથ દિક્ષીતનાં જણાવ્યા મુજબ રાજયનાં મુખ્યાલય ખાતે આયોજિત એક સમારોહમાં અરૂણ જેટલી તથા રાષ્ટ્રીય પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહની હાજરીમાં પાર્ટીમાં સામેલ કરવામાં આવશે.

દીક્ષિતે ભાજપનો જનાધાર વધ્યો હોવાનો દાવો કરીને જણાવ્યું હતું કે વિવિધ દળોનાં કેટલાંય પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં સામેલ થઈ ચુક્યાં છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અરવિંદસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસ પર તૃષ્ટિકરણનો આરોપ લગાવતાં જણાવ્યું હતું કે કોંગ્રેસને દેશની આંતરિક સુરક્ષાની કંઈ પડી નથી. તેમજ તેમણે કોંગ્રેસને આતંકવાદનું પોષક ગણાવ્યું હતું. જ્યારે સપાનાં પૂર્વ સાંસદ રામબખ્શસિંહ વર્માએ જણાવ્યુ હતું કે પાર્ટીમાં સરમુખ્યતારશાહી ચાલે છે.


આ પણ વાંચો :