એનડીએનાં અધુરા કામ પુરા કરીશું-અડવાણી

એનડીએનાં અધુરા કામ પુરા કરીશું-અડવાણી

સોલાપુર | ભાષા| Last Modified રવિવાર, 5 એપ્રિલ 2009 (14:53 IST)

એનડીએનાં વડાપ્રધાન પદનાં દાવેદાર લાલકૃષ્ણ અડવાણીએ દાવો કર્યો છે કે કોંગ્રેસનાં વડપણ નીચે યુપીએ સરકારે વિકાસ અને સુરક્ષાને લઈને કંઈ કામ કર્યુ નથી.

સોલાપુરનાં પંઢરપુરમાં આયોજિત એક ચુંટણી રેલીને સંબોધિત કરતાં અડવાણીએ યુપીએ સરકારની નીતિરીતિ અંગે ટીકા કરી હતી. તેમજ આંતરીક સુરક્ષાને લઈને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.

તેમજ અડવાણીએ જણાવ્યું હતું કે જો એનડીએ સત્તા પર આવશે, તો તે પોતાના અધુરી પરિયોજનાઓને પુર્ણ કરવા પર ભાર મુકશે. તેમજ યુપીએ સરકારની નિષ્ફળ નીતિઓને જનતા સમક્ષ ખુલ્લી મુકશે.


આ પણ વાંચો :