જશવંત દાર્જીલિંગથી ઉમેદવાર!

જશવંત દાર્જીલિંગથી ઉમેદવાર!

નવી દિલ્હી| ભાષા|

ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહને પશ્ચિમ બંગાળની દાર્જીલિંગ બેઠક પરથી ઉમેદવાર બનાવાય તેવી સંભાવના છે.

પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ ગુરૂવારે ગોરખાલેન્ડ જનમુક્તિ મોર્ચાનાં નેતાઓ અને જશવંત સાથે અલગ-અલગ બેઠક કરી હતી. તેમજ દાર્જીલિંગથી જાહેર થયેલા ઉમેદવાર દાવા શેરપા માટે મેદાનમાંથી હટી જવાની તૈયારી દર્શાવી છે.
પાર્ટીનાં પૂર્વોત્તરનાં પ્રભારી એસ એસ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે દાર્જીલિંગનાં હાલનાં ઉમેદવાર દાવા શેરપા અને ગોરખાલેન્ડ જનમુક્તિ મોર્ચાનાં બિમલ ગુરૂમે ગુરૂવારે અડવાણી સાથે બેઠક કરી હતી. જેમાં બંનેએ જશવંતસિંહને દાર્જીલિંગથી ચુંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી.


આ પણ વાંચો :