શુક્રવાર, 5 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By ભાષા|
Last Modified: દહેરાદુન , ગુરુવાર, 9 એપ્રિલ 2009 (18:42 IST)

ટાઈટલર-સજ્જનને ફાંસી આપો-અકાલી

જગદીશ ટાઈટલર
શિરોમણિ અકાલી દળનાં સદસ્યોએ શીખ વિરોધી તોફાનોમાં સામેલ જગદીશ ટાઈટલર અને સજ્જનકુમારનાં પૂતળાંને ફુંકીને, તે બંનેને ફાંસી આપવાની માંગ કરી છે.

શિરોમણિ અકાલી દળનાં અધ્યક્ષ ગુરપાલસિંહે જણાવ્યું હતું કે આ બંને નેતાઓ 1984માં કેટલાંય નિર્દોષ શીખોની કત્લેઆમ કરી હતી. તેથી સીબીઆઈ તેમને ક્લીનચીટ કેવી રીતે આપી શકે છે. તેનો વિરોધ કરીને તેમણે ફરીથી તટસ્થ તપાસ કરીને, બંને નેતાઓને ફાંસી આપવાની માંગ કરી હતી.

આ ઉપરાંત, જગદીશ ટાઈટલર અને સજ્જનકુમાર વિરૂધ્ધ શીખોનો ગુસ્સો દિવસેને દિવસે વધી રહ્યો છે. દિલ્હીમાં કોર્ટની બહાર શીખોએ ધરણાં યોજ્યા હતા. તેમજ પંજાબમાં પણ ઠેરઠેર રેલ રોકો અને રસ્તા રોકો દેખાવો યોજવામાં આવે છે.