મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By હરેશ સુથાર|

મહેસાણામાં 1984નો રેકોર્ડ અકબંધ !

1984માં 72.81 ટકા જંગી મતદાન થયું હતું.

ભાજપ માટે મહેસાણાની બેઠકનું મહત્વ ઘણું બધું છે. દેશમાં જ્યારે 1984માં ભાજપ માત્ર બે બેઠકો ઉપર વિજયી બન્યું હતું ત્યારે એમાં એક બેઠક મહેસાણાની હતી. સાથોસાથ એ સમયે 72.81 ટકા જંગી મતદાન થયું હતું જે રેકોર્ડ આજે પણ અકબંધ રહ્યો છે.

મહેસાણાને રાજકીય લેબોરેટરી કંઇ એમ જ કહેવામાં નથી આવતું. મહેસાણાએ આના નક્કર પુરાવા પણ આપ્યા છે. દેશમાં જ્યારે ભાજપ પા...પા....પગલી માંડી રહ્યું હતું ત્યારે મહેસાણાના મતદારાએ પહેલ કરી ભાજપને માથે બેસાડ્યું હતું.

1984માં આ ફેરફાર થયો હતો. ભાજપના ઉમેદવાર ડો. એ.કે.પટેલે પોતાના પ્રતિસ્પર્ધીને જંગી મતોથી હાર આપી ભાજપનો કેસરીયો લહેરાવ્યો હતો. આ બેઠકના મતદારોએ પણ ખોબલે ખોબલે મત આપ્યા હતા અને 72.81 ટકા જેટલું મતદાન થયું હતું. જે આજે પણ રેકોર્ડ સમાન છે.

ડો.એ.કે.પટેલે ત્યાર બાદ સતત પાંચ ટર્મ સુધી પાછું વળીને જોયું ન હતું અને ત્યારબાદ આટલું જંગી મતદાન પણ ક્યારેય થયું નથી. સાથોસાથ ડો.એ.કે. પટેલ બાદ આ બેઠક ઉપર ભાજપનો વિજય થયો નથી. છેલ્લી બે ટર્મમાં કોંગ્રેસના પટેલ જીવાભાઇ તથા પટેલ આત્મારામભાઇ મગનભાઇ અનુક્રમે 2004 તથા 1999માં વિજયી બન્યા હતા.

1977માં 65.21 ટકા, 1980માં 65.41 ટકા, 1984માં 72.81 ટકા, 1989માં 66.86, 1991માં 45.42, 1996માં 45.12, 1998માં 71.47, 1999માં 57.64 ટકા તથા 2004માં 56.26 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન ડો. એ.કે.પટેલની એન્ટ્રી વખતે 1984માં 72.81 ટકા તથા છેલ્લી ટર્મ વખતે 1998માં 71.47 ટકા થયું હતું.