લાલુ વિરૂદ્ધ કેસ દાખલ

લાલુ વિરૂદ્ધ કેસ દાખલ

કિશનગંજ| ભાષા| Last Modified મંગળવાર, 7 એપ્રિલ 2009 (11:44 IST)

પોતાની ચુંટણી સભામાં વરૂણ ગાંધીને બુલડોઝર નીચે કચડી નાંખ્યો હોત તેમ ભડકાઉ ભાષણ કરનાર આરજેડી સુપ્રિમો અને રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરૂદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.

લાલુએ કિશનગંજ ખાતે ચુંટણી સભામાં જણાવ્યું હતું કે મુસલમાનો વિરૂદ્ધ ભાષણ કરનાર વરૂણ ગાંધી વિરૂધ્ધ કડક પગલાં ભરવા જોઈએ. જો હું દેશનો ગૃહમંત્રી હોત તો વરૂણ ગાંધીને બુલડોઝરની નીચે કચડાવી નાંખ્યો હોત.

આ ટીપ્પણીને લઈને ભાજપ અને જનતા દળ યુનાઈટેડે વાંધો ઉઠાવ્યો હતો. અને ચુંટણી પંચને ફરીયાદ કરી હતી. જેને લઈને ચુંટણી પંચે લાલુનાં ભાષણની વીડિયો ટેપ મંગાવીને તપાસ કરી હતી. જેમાં લાલુનાં ભડકાઉ ભાષણને ચુંટણી પંચે ગંભીરતાથી લીધુ હતુ. અને, તેને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણીને તેની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.


આ પણ વાંચો :